ફાસ્ટેગથી દરરોજ લગભગ 89 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. NHAIએ સમગ્ર ટોલ પ્લાઝા પર 100 ટકા કેશલેશ ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. નેશલન પેમેંટ કોર્પોરેશન ઓફ ઈંડિયાએ ફાસ્ટેગની કિંમત 100 રૂપિયા નક્કી કરી છે. આ ઉપરાંત 200 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ આપવી પડે છે.
જો કે બેંકના દર અલગ અલગ હોઈ શકે છે. ઘણી બેંક તેમની ભાગીદારી વધારવા માટે સમયસર ફ્રિ અથવા સામાન્ય કિંમતમાં ફાસ્ટેગ ઓફર કરે છે
શું છે FASTag
FASTag ટોલ સંગ્રહ માટે પ્રિપેડ રિચાર્જેબલ ટેગ્સ છે. જેમાંથી ટોલ ટેક્સની આપમેળે ચૂકવણી થઈ જાય છે. જેને વાહનની વિંડસ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે. FASTagની મદદથી તમારે ટોલ ટેક્સ પર વાહનને વધારે સમય સુધી લાઇનમાં નહીં ઊભા રહેવું પડે. જેવું વાહન ટોલ પ્લાઝા પાર કરશે કે તરત વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાં આવેલા FASTagથી લિંક્ડ બેંક એકાઉન્ટ, પ્રીપેડ વોલેટથી ટોલ કપાઈ જશે.
કેવી રીતે કરે છે કામ
FASTag રેડિયો ફ્રિકવન્સ આઈડેન્ટિફિકેશન (RFID) ટેકનોલોજી પર કામ કરે છે. FASTagની કોઇ એક્સપાયરી ડેટ હોતી નથી. જ્યાં સુધી તે ટોલ પ્લાઝા પર રીડેબલ હોય છે ત્યાં સુધી ઉપયોગ કરી શકાય છે. તેમાં કોઈ છેડછાડ પણ કરી શકાતી નથી. 22 સર્ટિફાઇડ બેંકો, એમેઝોન તથા પેટીએમ જેવી ઇ-કોમર્સ કંપનીઓ પણ તેનું વેચાણ કરી રહી છે.