નવી દિલ્લીઃ ઉરી હુમલા બાદ અમૃતસરની વાઘા બોર્ડર પર ભારત-પાકિસ્તાન સેનાએ બીટિંગ ધી રિટ્રીટ નાગરીકો માટે બંધ કરી દીધી હતી. જો કે આજે બિટીંગ ધી રીટ્રીટ સામાન્ય નાગરીકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. ઉરી હુમલા બાદ આજે વાઘા બોર્ડર પર પ્રથમવાર બિટીંગ ધી રીટ્રીટ યોજાઈ હતી. જેને જોવા બંને દેશોના નાગરીકો ઉમટી પડ્યાં હતા. વર્ષ 1959માં બીટિંગ ધી રિટ્રીટની સેરેમનીની શરૂઆત થઈ હતી. ભારત તરફથી બિએસએફના જવાનો અને પાકિસ્તાન તરફથી રેંજર્સ બિટીંગ ધી રિટ્રીટ કરે છે.