નવી દિલ્લીઃ ભાજપ અને કેંદ્ર સરકાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ શતાબ્દી વર્ષ મનાવી રહી છે. આ સિલસિલમાં દિલ્લી વિજ્ઞાન ભવનમાં પીએમ મોદીએ 15 ખંડોના દીનદયાળ સંપૂર્ણ વાડ્મયનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે પંડિત દીનદયાળના વ્યક્તિત્વ પર ભાષણ આપ્યું હતું.


પીએમ મોદીએ કહ્યું કે, પંડિતજીની દૂરદ્રષ્ટિ ઘણી આગળની હતી. આજે એ તમામ ખરતા આપણી સમક્ષ આવી ઉભા છે જેની આશંકા પંડિતજીએ કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, દેશમાં વિપક્ષનો કૉન્સેપ્ટ પંડિતજીએ શરૂ કર્યો હતો. તેમણે મજબૂત સંગઠન બનાવીને કૉંગ્રેસનો વિકલ્પ તૈયાર કર્યો હતો.

મોદીએ મજાકીયા અંદાજમાં કહ્યું કે, કોઇ સવારે ઉઠીને કસરત કરે છે તો પાડોસીએ તેનાથી ડરવાની જરૂર નથી. કેમ કે કસરત પોતાના સ્વાસ્થ્ય માટે હોય છે.