BJP એ રાહુલ ગાંધી પર લગાવ્યો ‘વંદે માતરમ્’ગીતનું અપમાન કરવાનો આરોપ
abpasmita.in
Updated at:
27 Apr 2018 08:18 PM (IST)
NEXT
PREV
બેંગલુરુ: વંદે માતરમ ગીતને લઈને એકવાર ફરી રાજકારણ ગરમાયું છે. ભાજપે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ‘વંદે માતરમ’નું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધી કર્ણાટકની એક રેલીમાં વંદેમાતરમને એક લાઈનમાં ગાવાનો આદેશ આપ્યો હતો. આ વંદે માતરમ ગીતનું અપમાન છે. આ સંબધિત બીજેપીએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
ભાજપનો આરોપ છે કે કર્ણાટકની ચૂંટણી રેલી દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક કૉંગ્રેસ નેતા સી વેણુગોપાલને પોતાનો ઘડિયાળ દેખાડતા વંદે માતરમ્ ને એક જ લાઈનમાં ગાવાનો આદેશ આપ્યો હતો.
આ મામલે બીજેપી કર્ણાટકે ટ્વિટમાં લખ્યું કે, ‘વર્ષ 1937માં નેહરુએ ઝીણાને સંતુષ્ટ કરવા માટે વંદે માતરમની અંતિમ ત્રણ પંક્તિ છોડી દીધી હતી, કારણ કે ઝીણાએ કહ્યું હતું કે આ ગીત મુસલમાનોને પરેશાન કરે છે. આજે રાહુલ ગાંધીએ તેની લાઈન કાપવા કહ્યું છે. તે યાદ અપાવે છે કે કૉંગ્રેસ આ ગીતનું અપમાન કરે છે. શું હજુ પણ ‘કૉંગ્રેસ મુક્ત ભારત’ના નારા માટે ઉદાહરણોની જરૂર છે. શરમ આવવી જોઈએ રાહુલ ગાંધી.’
ત્યાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ કહ્યું કે, કર્ણાટકમાં એક પબ્લિક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વંદે માતરમને એક લાઈનમાં પૂર્ણ કરવા કહ્યું. એટલા માટેજ અમે તેમને શહેજાદા કહીએ છે. અધિકારનો તેનો ભાવ ડરાવનારો છે, તે આ દેશના પરિવારની સંપદા સમજે છે. શું તે પોતાની ઈચ્છા પ્રમાણે રાષ્ટ્રગીતમાં પણ સુધારો કરી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -