ભોપાલઃ ધૂળેટીનો દિવસ કોંગ્રેસ માટે કાળો કેર બની ગયો, મધ્યપ્રદેશના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના જ પક્ષ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. સિંધિયાના રાજીનામા બાદ હવે એમપીની રાજનીતિ વધુ ગરમાઇ છે. કમલનાથ સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે, પણ જો બીજેપી જો વધુ આગળ વધશે તો મધ્યપ્રદેશમાં પણ સરકાર બની શકે છે. આ માટે નંબર ગેમ મહત્વની છે. જુઓ અમે અહીં તમને મધ્યપ્રદેશમાં હાલની સ્થિતિ આંકડામાં બતાવી રહ્યાં છીએ.....

હાસ મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે, બીજેપી અને કોંગ્રેસ બન્ને પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યાં છે. એમપીમાં કમલનાથ સરકાર પર સંકટ પેદા થઇ ગયુ છે, અને સામે બીજેપી તોડજોડની રાજનીતિ કરીને નવી સરકાર બનાવવા માટે પ્રયાસ પણ કરી રહી છે. ત્યારે અમે અહીં તમને મધ્યપ્રદેશમાં હાલની સ્થિતિ આંકડામાં બતાવી રહ્યાં છીએ.....



હાલ શું છે મધ્યપ્રદેશની રાજકીય સ્થિતિ.......
મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો છે અને વર્તમાનમાં 2 ધારાસભ્યોના નિધન થઇ ચૂક્યા છે, જેના કારણે વિધાનસભામાં 228 ધારાસભ્યો જ છે.

કોંગ્રેસની પાસે 114 ધારાસભ્યો છે, જ્યારે તેમને 2 બીએસપી (એક પાર્ટીમાંથી સસ્પેન્ડ) અને એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઉપરાંત 4 અપક્ષ ધારાસભ્યનુ સમર્થન મળેલુ છે. આવામાં કમલનાથ સરકારની પાસે 121 ધારાસભ્યનું સમર્થન છે.

બીજીબાજુ, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની પાસે 107 ધારાસભ્યો છે. 230 સભ્યોવાળી વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 116 ધારાસભ્યોનુ સમર્થન જરૂરી છે.

(ફાઈલ તસવીર)

કોંગ્રેસમાં મચેલી હલચલને જોતા રાજ્યમાં બીજેપી સક્રિય થઇ ગઇ છે. આજે મંગળવારે હોળી હોવા છતાં બીજેપીએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. ભોપાલમાં મંગળવારે સાંજે 7 વાગે બીજેપી ધારાસભ્ય દળની બેઠક મળવાની છે.