નવી દિલ્લીઃ આપ નેતા મનીષ સિસોદિયાએ બીજેપી અને મીડિયા પર આરોપ લગાવ્યો હતો કે, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદનમાં એવા શબ્દોને જોડવામાં આવ્યા જે તેમણે બોર્ડર પર સેના દ્વારા કરવામાં આવેલા સર્જીકલ સ્ટ્રાઇક પર બોલ્યા જ નથી. કેજરીવાલના એક વીડિયો સંદેશાને ટાંકતા સિસોદિયાએ ગોવામાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, આપના સંયોજકે ક્યારેય સબૂત શબ્દ નથી બોલ્યા, પરંતુ તેમણે પ્રધાનમંત્રી મોદી પાસેથી ઓપરેશનને લઇને પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવી રહેલા સવાલોને લઇને આતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા ચલાવવામાં આવી રહેલા દુષ્પ્રચારનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું.


કેજરીવાલે સોમાવરે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો હતો. જેમા તેમણે સર્જીકલ ઓપરેશન કરવા માટે પ્રધાનમંત્રીને સલામ કરતા તેમણે પાકિસ્તાનના દુષ્પ્રચારને બેનકાબ કરવાનો આગ્રહ કર્યો હતો. જોકે ભાજપ દ્વારા કાલે કહેવામાં આવ્યું હતું કે, તેમનું નિવેદન સેનાની કાર્યવાહી પર 'સબૂત' માંગવા બરાબર છે. આપ દ્વારા તેનો જવાબ આપતા કહ્યું હતું કે વિરોધી પક્ષ આ મામલે રાજકારણ કરી રહ્યો છે. સિસોદિયાએ કહ્યું કે, અમે લોકોએ ફક્ત એવી માંગ કરી છે કે, પ્રધાનમંત્રીએ સર્જીકલ ઓપરેશનની પ્રમાણિક્તાને લઇને પાકિસ્તાનને અને આંતરરાષ્ટ્રીય મીડિયોમાં કરવામાં આવતા દુષ્પ્રચારનો જવાબ આપવો જોઇએ. ભાજપ દ્વારા સબૂત શબ્દ જોડવામાં આવ્યો છે, જે ફિટેજમાં નથી.