મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પુરી થઇ ગઇ, પણ ખરુ રાજકારણ તો હવે શરૂ થયુ છે. રાજ્યમાં ચૂંટણી પરિણામ આવતા જ હવે સરકાર ગઠનને લઇને સસ્પેન્સ છે. બીજેપી અને શિવસેનાને બહુમતી મળી છે, પણ શિવસેના બીજેપી પાસે મુખ્યમંત્રી પદની માંગ કરી રહી રહી છે, જેને લઇને હવે નવી સરકાર ક્યારે રચાશે તે સ્પષ્ટ નથી થઇ રહ્યું.
આ ગરમાગરમીની વચ્ચે આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા દિવાકર રાઉતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે અલગ અલગ મુલાકાત કરશે. પરંતુ આ મામલે રાજભવનનું કહેવુ છે કે, આ શિષ્ટાચાર મુલાકાત છે.
રાઉતે પણ આને શિષ્ટાચાર મુલાકાત ગણાવી છે. તેમને કહ્યું કે, હું 1993થી રાજ્યપાલને દિવાળીની શુભકામના આપતો રહુ છુ, આને કોઇ રાજકીય ના સમજે, હવે મારા પછી કોણ આવી રહ્યું છે તે મને ન હતી ખબર.
શું છે બેઠકોનુ ગણિત....
બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.
મહારાષ્ટ્રઃ CM પદ માટે શિવસેના-બીજેપી વચ્ચે રાર, બન્ને પક્ષોના નેતા રાજ્યપાલને અલગ-અલગથી મળ્યા
abpasmita.in
Updated at:
28 Oct 2019 11:49 AM (IST)
ગરમાગરમીની વચ્ચે આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા દિવાકર રાઉતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે અલગ અલગ મુલાકાત કરશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -