ચંદીગઢઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં ફરી એકવાર મનોહરલાલ ખટ્ટરે CM પદના શપથ લીધા, તેમની સાથે જેજેપી અધ્યક્ષ દુષ્યંત ચૌટલાએ પણ ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. હરિયાણાના રાજ્યપાલે બન્નેને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.


આ પ્રસંગે બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ સહિતના ટૉચના નેતાઓએ હાજરી આપી હતી. ખાસ વાત છે કે, આજે જ જેલમાંથી પેરૉલ લઇને બહાર આવેલા અજય ચૌટાલા પુત્રના ઉપ-મુખ્યમંત્રી પદના શપથગ્રહણ સમારોહમાં જોડાયા હતા. હરિયાણામાં આજે આખા મંત્રીમંડળે શપથ ન હતી લીધી.

કોને કેટલી બેઠકો છે રાજ્યમાં
વિધાનસાભાની કુલ બેઠકો - 90 બેઠકો
બીજેપી - 40 બેઠકો
કોંગ્રેસ - 31 બેઠકો
જેજેપી - 10 બેઠકો
અપક્ષ - 7 બેઠકો

નોંધનીય છે કે, 90 વિધાનસભા બેઠકો વાળી હરિયાણા વિધાનસભામાં સરકાર બનાવવા માટે 45 બેઠકોની જરૂર હોય છે. અહીં ખટ્ટરે 57 ધારાસભ્યોના સમર્થનની વાત કહી છે.