વૉશિંગટનઃ દુનિયાનો મૉસ્ટ વૉન્ટેડ આતંકી અને ખૂંખાર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)નો સરગના અબુ બકર અલ-બગદાદી માર્યો ગયો. ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અમેરિકાના ઓપરેશનમાં તેનુ મોત થઇ ગયુ છે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આની મહિતી આપી છે.
ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાની સ્પેશ્યલ ફોર્સે મોડી રાત્રે સાહસિક અને શાનદાર રીતે પોતાના મિશનને પુરુ કર્યુ, તેમને આગળ કહ્યું કે અમેરિકન સેનાથી ડરીને તે એક ડેડ-એન્ડ સુરંગમાં ગયો અને માર્યો ગયો હતો.
તે જ્યારે મોતની નજીક હતો ત્યારે રડતો અને બૂમો પાડતો હતો, જોરશોરથી બચાવ માટે મદદ માંગી રહ્યો હતો. જે વ્યક્તિએ લોકોને ડરાવવા અને ધમકાવવા માટે કામ કર્યુ તે તેની અંતિમ ક્ષણો અમેરિકન સેનાના ડરમાં વિતાવી હતી.
ટ્રમ્પે દાવો કર્યો કે આ ઓપરેશનમાં એકપણ અમેરિકન સૈનિક નથી મર્યો, પણ બગદાદીના કેટલાય સાથીઓ માર્યો ગયા છે.
દુનિયાના મૉસ્ટ વૉન્ટેડ આતંકી બગદાદીનો ખાત્મો, ટ્રમ્પ બોલ્યા- રડતો ને બૂમો પાડતો હતો.....
abpasmita.in
Updated at:
28 Oct 2019 10:18 AM (IST)
ટ્રમ્પે દાવો કર્યો કે આ ઓપરેશનમાં એકપણ અમેરિકન સૈનિક નથી મર્યો, પણ બગદાદીના કેટલાય સાથીઓ માર્યો ગયા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -