નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે 23 રાજ્યો અને ઉત્તર-પૂર્વના રાજ્ય પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે. ધારાસભ્ય અશોક સિંઘલને અરુણાચલ પ્રદેશના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રીકાંત શર્મા હિમાચલ પ્રદેશના પ્રભારી હશે અને સંજય ટંડન સહ-પ્રભારી હશે. પાર્ટીએ જમ્મુ-કાશ્મીરના પ્રભારીની કમાન તરુણ ચગને સોંપી છે.

રાધા મોહન દાસ અગ્રવાલને કર્ણાટકના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને પંજાબના પ્રભારી તરીકે ફરી એક વખત યથાવત રાખવામાં આવ્યા છે. પંજાબમાં સહ પ્રભારી તરીકે ડૉ નરીંદર સિંઘની નિમણૂક કરાઈ છે. ધારાસભ્ય દુષ્યંત પટેલને દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.  

નોર્થ ઈસ્ટ સ્ટેટમાં સંબિત પાત્રાના કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે, જ્યારે વી મુરલીધરનને જોઈન્ટ કોઓર્ડિનેટર બનાવાયા છે.  ઘણા સિનિયર નેતાઓને પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.                     

                    રાજ્ય                  પ્રદેશ પ્રભારી                      સહ પ્રભારી
આંદામાન નિકોબાર રધુનાથ કુલકર્ણી 
અરુણાચલ પ્રદેશ અશોક સિંઘલ 
બિહાર વિનોદ તાવડે દિપક પ્રકાશ 
છત્તીસગઢ નિતિન નબીન 
દાદરા નગર હવેલી અને દીવદમણદુષ્યંત પટેલ  
ગોવા આશિષ સુદ 
હરિયાણાડૉ સતિષ પુનિયાસુરેન્દ્રસિંઘ નાગર 
હિમાચલ પ્રદેશશ્રિકાંત શર્માસંજય ટંડન 
જમ્મુ કાશ્મીર તરુણ ચગઆશિષ સુદ
ઝારખંડ લક્ષ્મીકાંત બાજપેઈ 
કર્ણાટક રાધામોહનદાસ અગ્રવાલ સુધાકર રેડ્ડી
કેરલ પ્રકાશ જાવડેકર અપરાજિતા સારંગી 
લદ્દાખ તરુણ ચગ  
મધ્યપ્રદેશ મહેંદ્રસિંહ સતિષ ઉપાધ્યા 
મણિપુર અજિત ગોપચડે 
મેઘાલય અનિલ એન્ટોની 
મિઝોરમદેવેશ કુમાર  
નાગાલેન્ડઅનિલ એન્ટોની 
ઓરિસ્સાવિજયપાલસિંહ તોમર લતા ઉસેંડી 
પુડુચેરી નિર્મલકુમાર સુરાના  
પંજાબવિજય રુપાણી નરિંદરસિંઘ
સિક્કિમદિલિપ જયસ્વાલ  
ઉત્તરાખંડ દુષ્યંત કુમાર ગૌતમ રેખા વર્મા
નોર્થ ઈસ્ટ સ્ટેટકોઓર્ડિનેટર -સંબિત પાત્રા 
 જોઈન્ટ કોઓર્ડિનેટર - વી મુરલીધરન