Radhika Merchant Anant Ambanis sangeet tonight: મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમના લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. કોન્સર્ટ આજે એટલે કે 5 જુલાઇના રોજ સાંજે યોજાશે. આંતરરાષ્ટ્રીય પોપ સિંગર જસ્ટિન બીબર આ કોન્સર્ટમાં પરફોર્મ કરવા માટે તૈયાર છે. આ માટે તે ભારત પહોંચી ગયો છે. જસ્ટિન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
મુંબઈ એરપોર્ટ પર જસ્ટિન બીબરનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે તે એરપોર્ટથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે ચાહકો તેના નામની બૂમો પાડતા જોવા મળ્યા હતા. તેની ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ફેન્સ એકઠા થયા હતા. અમેરિકન સિંગર જસ્ટિન બીબરે પાપારાઝીઓને પોઝ પણ આપ્યા હતા.
સિંગર જસ્ટિન બીબર ગુલાબી સ્વેટશર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળ્યો હતો. તેણે લાલ રંગની ટોપી પણ પહેરી હતી. જસ્ટિન બીબરના ભારતમાં મોટી સંખ્યામાં ચાહકો છે. આવી સ્થિતિમાં તેના ભારત આવવાના સમાચારથી ચાહકો ઉત્સાહિત થઈ ગયા છે.
આ કરોડ રૂપિયા ચાર્જ કરશે જસ્ટિન બીબર
રિહાન્નાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં પરફોર્મ કર્યું છે. આ પછી જસ્ટિન બીબર હવે સંગીત સેરેમનીમાં પોતાનો અવાજ આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીબરને આ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે 10 મિલિયન યુએસ ડોલર (અંદાજે 83 કરોડ રૂપિયા) આપવામાં આવી રહ્યા છે. સિંગર્સ એડેલે, ડ્રેક અને લાના ડેલ રે પણ મ્યુઝિકલમાં સ્ટેજ પર પરફોર્મ કરશે. નોધનીય છે કે મુકેશ અંબાણીએ રિહાન્નાને અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પરફોર્મ કરવા માટે 74 કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે કેટી પેરીને તેના પરફોર્મ માટે 45 કરોડ રૂપિયા મળ્યા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા અંબાણી પરિવારે બે પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. પ્રથમ ઉજવણી જામનગરમાં સ્ટાર્સ અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોલિવૂડથી લઈને હોલિવૂડના સ્ટાર્સે હાજરી આપી હતી. જ્યારે, બીજો કાર્યક્રમ તાજેતરમાં ક્રુઝમાં યોજાયો હતો.