નવી દિલ્લી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ‘ખૂનની દલાલી’ વાળા નિવેદન પછી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યું કે, રાહુલના આ નિવેદનથી કોંગ્રેસની માનસિકતાની ખબર પડે છે. તેમને કહ્યું કે રાહુલે આ પ્રકારનું નિવેદન આપીને તમામ સીમાઓ ઓળંગી દીધી છે.


અમિત શાહે કહ્યું, “બીજેપીએ પ્રયાસ કર્યો કે સેનાના આ કદમને રાજનીતિનો રંગ જરા પણ ના લાગે, પરંતુ અમુક લોકોએ આવું કરવાની કોશિશ કરી છે.”

શાહે વધુમાં કહ્યું, “રાહુલ કંઈ દલાલીની વાત કરી રહ્યા છે? દલાલી ચીજોની થાય છે. સેનાના લોહીની નહીં.” તેમને કોંગ્રેસ પર 2જી અને કોયલા કૌભાંડમાં દલાલીનો આરોપ લગાવ્યો હતો. અને દલાલી શબ્દ કોંગ્રેસ સુધી સીમિત થઈ ગયો છે.

પ્રેસ કૉન્ફરન્સમાં શાહે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાંધતા કહ્યું કે, સવાલ ઉઠાવવાની પ્રક્રિયા સૌથી પહેલા કેજરીવાલે શરૂ કરી, તેના પછી કેજરીવાલ પાકના સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઈ ગયા. શાહે કહ્યું કે, કેજરીવાલે સૌથી પહેલા પાકિસ્તાનની સ્થિતિ જોવી જોઈએ. અને તેના પછી સેના પાસે પુરાવા માંગવા જોઈએ.