નવી દિલ્લી: ગૃહમંત્રી રાજનાથસિંહ આજથી રાજસ્થાનના 2 દિવસના પ્રવાસે છે. આજે પાકિસ્તાનની સરહદે આવેલા ચાર રાજ્યોના પ્રતિનિધિઓ સાથે કેંદ્રીય ગૃહ મંત્રી બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ભાગ લેશે. આ બેઠકમાં સરહદ ફેન્સીંગ મામલે ચર્ચા થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાલની સ્થિતિને લઈને આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.
રાજસ્થાનના જેસલમેરમાં બીએસએફ સેક્ટર હેડ ક્વાર્ટરમાં શરૂ થનારી આ બેઠક બાદ રાજનાથસિંહ બીએસએફના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે. તો બાદમાં સરહદ પરના જવાનો સાથે પણ મુલાકાત કરશે. આ બેઠકમાં પાકિસ્તાનને અડીને આવેલા રાજ્યોની બોર્ડર ફેન્સીંગ અંગે ચર્ચા થશે. હાલમાં પાકિસ્તાનને અડીને આવેલા ચાર રાજ્યોની બે હજાર બસ્સોને નેવું કિલોમીટરની સરહદ પર 254 કિલોમીટરની સરહદ પર ફેંસીંગ બાકી છે.