Rahul Gandhi Mohabbat Ki Dukan: રાહુલ ગાંધીના તાજેતરના નિવેદનને લઈને ભાજપના ત્રણ સાંસદોએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. બીજેપી સાંસદો દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, તમારી મહોબ્બતની દુકાન વિશે સાંભળીને આનંદ થયો. ખરેખર, મહોબ્બતમાં પરસ્પર જોડાણની લાગણી હોવી છે. જેને અનુસરીને આપણે સમાજ અને દેશને વધુ સશક્ત બનાવી શકીએ છીએ. જો કોંગ્રેસ ખરેખર આ સકારાત્મક વિચારસરણીને અનુસરે તો કેટલું સારું. આ પત્રમાં સાંસદોએ લખ્યું છે કે, તે ખૂબ જ દુઃખદ છે કે તમારી કથની અને કરણીમાં ઘણો તફાવત છે. આ સાથે આ પત્રમાં અનેક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. 


પત્રમાં લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસના શાસનમાં સૌથી વધુ રમખાણો થયા હતા અને નફરતની દુકાનો સજાવવામાં આવી હતી. નેહરુ-ગાંધી પરિવારે કોંગ્રેસના નેતાઓ સાથે કેવી રીતે ગેરવર્તન કર્યું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ મહિને અમેરિકાના પ્રવાસે હતા. આ દરમિયાન એક કાર્યક્રમમાં ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, 'તેમનું (ભાજપ) કામ નફરત ફેલાવવાનું છે અને અમારું કામ પ્રેમ વહેંચવાનું છે. અમે તેમનું કામ કેમ કરીએ, અમે આપણું કામ કરીશું.


હવે ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ભાજપ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ પૂનમ મહાજને રાહુલ ગાંધીના 'લવ શોપ'ના નિવેદનને લઈને રાહુલ ગાંધીને 9 પાનાનો પત્ર લખ્યો છે.


'મેનકા ગાંધીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા'


બીજેપી સાંસદોએ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં કહ્યું છે કે, તમને 28 માર્ચ, 1982ની તે તારીખ પણ યાદ હશે. જ્યારે તમારી દાદી તેમની નાની વહુ મેનકા ગાંધી સાથે એટલા તો મહોબ્બત સાથે વર્ત્યા કે તેમને રાતોરાત ઘરની બહાર કાઢી મુકવામાં આવ્યા. ત્યારે દેશભરના તમામ અખબારોના પહેલા પાના પર માત્ર એક જ તસવીર હતી. તે તસવીરમાં મેનકા ગાંધી આંખોમાં લાચારીના આંસુ અને ઉદાસ ચહેરા સાથે પોતાના નાના પુત્ર વરુણ સાથે ઘરની બહાર નીકળી રહ્યા હતા. તે સમયે વરૂણ ગાંધી એકદમ નાના અને તેમને ભયંકર તાવ હતો. પત્રકાર ખુશવંત સિંહ તેમના પુસ્તક 'ટ્રુથ, લવ એન્ડ અ લિટલ મેલાઈસ'માં લખે છે, વરુણને રાત્રે 11 વાગ્યે મેનકાને હવાલે કરી દેવામાં આવ્યા હતાં. વડાપ્રધાનની કારને આદેશ આપવામાં આવ્યો હતો કે મેનકા જ્યાં ઈચ્છે ત્યાં તેમને છોડી દેવામાં આવે. 


'વરુણ ગાંધીના લગ્નમાં કોઈ નહોતું ગયું'


બીજેપી સાંસદોએ રાહુલ ગાંધીને આગળ લખ્યું, તમારા માટે પ્રેમનો અર્થ શું છે, તે અંગત સંબંધોમાં પણ સારી રીતે પ્રગટ થઈ રહ્યો છે. તમારા ભાઈ વરુણ ગાંધી પોતે 10 જનપથ ખાતે તેમની કાકી સોનિયાના ઘરે તેમના લગ્નનું આમંત્રણ આપવા ગયા હતા. યાદ કરો કે મોહબ્બતના સંબંધોને જાળવી રાખવા માટે તમે કે, તમારી માતા અને બહેન બેમાંથી કોઈએ આ લગ્નમાં હાજરી નહોતી આપી. જ્યારે વરુણ ગાંધીએ ઈન્દિરા ગાંધી તરફથી મળેલા અસહ્ય અપમાન છતાં પ્રિયંકા ગાંધીના લગ્નમાં હાજરી આપી હતી.


થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ભારતની સભ્યતામાં નફરત નહીં પ્રેમ છે, જેને અમે આગળ લઈ જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, હું અહીં મનની વાત કરવા આવ્યો નથી. મને અહીં તમારા મનની વાત સાંભળવામાં વધુ રસ છે. તેમનું કામ નફરત ફેલાવવાનું છે અને અમારું કામ મોહબ્બત ફેલાવવાનું છે. અમે તેમનું કામ શા માટે કરીએ, અમે તો અમારૂ કામ કરીશું.