નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક છે. આ બેઠકમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બેઠકમાં સામેલ થયા છે. ઉપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ હાજર છે.

દિલ્હીની કુલ 70 વિધાનસભા બેઠકો પર 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાવવાનુ છે. ચૂંટણી પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થશે.

હાલ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ પોતાના તમામ ઉમેદવારોને જાહેર કરી દીધા છે. હવે બધાની નજર બીજેપી અને કોંગ્રેસના ઉમેદવારો પર ટકી છે. ગઇ ચૂંટણીમાં કેજરીવાલે બાજી મારી હતી, અને બીજેપી બીજા નંબર પર રહી હતી, જ્યારે દિલ્હીમાંથી કોંગ્રેસનુ તો પત્તુ જ સાફ થઇ ગયુ હતુ.



નોંધનીય છે કે, ગત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલની પાર્ટી આપે 70 બેઠકોમાંથી 67 બેઠકો પર કબજો જમાવ્યો હતો, બીજેપીને માત્ર 3 બેઠકો જ મળી હતી. જ્યારે કોંગ્રેસ દિલ્હીમાં પોતાનુ ખાતુ પણ ન હતુ ખોલાવી શકી.