અમદાવાદ: દેશની પ્રથમ ખાનગી ટ્રેન આવતીકાલથી અમદાવાદ-મુબઈ વચ્ચે શરૂ થવા જઈ રહી છે. જેને લઈ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર તૈયારીઓ ચાલી રહી છે. રેલવેમંત્રી પિયુષ ગોયેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેજસ એક્સ્પ્રેસને લીલીઝંડી આપશે. તમામ સાંસદ અને અમદાવાદના મેયર બીજલબેન પટેલ તેમજ રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહેશ. જેને લઈ કાલુપુર રેલવે સ્ટેશન પર તૈયારીઓ ચાલી રહી છે અને રેલવેની સુરક્ષાને લઈને રિહર્સલ કરવામાં આવ્યુ હતુ.


બીજી તરફ રેલવે યુનિયનનો વિરોધ રેલવે ના ખાનગીકરણ પર યથાવત છે. ત્યારે તેને તેને લઇ કોઈ વિરોધ ન થાય તે માટે પણ ચુસ્ત બંધોબસ્ત ગોઠવાયો છે.

‘તેજસ એક્સપ્રેસ’માં પ્લેન જેવી કે તેનાથી વધુ સુવિધા આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ સાથે 7 સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલનો સમાવેશ થાય છે.

‘તેજસ એક્સપ્રેસ’ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે સવારે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ 1.10 વાગ્યે બપોરે પહોંચશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલથી 3.40 વાગ્યે બપોરે ઉપડશે અને અમદાવાદ 9.55 વાગ્યે સાંજે પહોંચશે. અંદાજે 6 કલાકમાં તેજસ એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ પહોંચશે. આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 160 કિ.મી.ની રહેશે.

‘તેજસ એક્સપ્રેસ’માં કુલ 10 કોચ રહેશે જેમાં 9 એસી ચેર કાર કોચ અને 1 એક્ઝિક્યૂટિવ કોચ રહેશે. આ ટ્રેન લક્ઝુરિય સુવિધાઓ આપવામાં આવશે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પેસેન્જરોને નાસ્તા અને ભોજન પણ આપવામાં આવશે જેનો ભાડામાં સમાવેશ કરવામાં આવશે.

એક્ઝિક્યૂટિવ કોચની તમામ 56 સીટો પર એલઈડી સ્ક્રીન મૂકાઈ છે. આ સાથે ઓટો સેન્સર ડસ્ટબિન, સીસીટીવી, ફાયર સેફ્ટીની સુવિધા પણ અપાઈ છે. તેજસ એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2,384 રૂપિયા રહેશે તેવું જાણવા મળ્યું છે.