નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગોનાઇઝેશને (ઇસરો) વધુ એક સફળતા હાંસલ કરી લીધી છે. ઇસરોએ શુક્રવારે સંચાર ઉપગ્રહ GSAT-30ને સફળતાપૂર્વક લૉન્ચ કરી દીધો છે. ઉપગ્રહ GSAT-30ને 2 વાગે 35 મિનીટે લૉન્ચ કરવામાં આવ્યો છે. આને એરિયન-5 રૉકેટ મારફતે રવાના કરવામાં આવ્યો હતો.

GSAT-30ને સફળતાપૂર્વક લૉન્ચ કરવો એટલા માટે પણ ખાસ છે કેમકે આ ઇસરોનો આ વર્ષનુ પહેલુ લૉન્ચ છે.

ઉલ્લેખનીય છે કે, GSAT-30 ઇસરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હોય અને બનાવવામાં આવેલો એક દુરસંચાર ઉપગ્રહ છે. આ ઇનસેટ સેટેલાઇટની જગ્યાએ કામ કરશે. રાજ્ય-સંચાલિત અને પ્રાઇવેટ સેવા પ્રૉવાઇડરોને સંચાર લિંક આપવાની ક્ષમતામાં વધારો કરશે. મિશનની કુલ સમયમર્યાદા 38 મિનીટ, 25 સેકન્ડ હશે, આનુ વજન લગભગ 3100 કિલોગ્રામ છે.


શું છે આની ખાસિયતો......
GSAT-30 15 વર્ષ સુધી પૃથ્વીની ઉપર ભારત માટે કામ કરતો રહેશે. આ ઉપગ્રહ DTH, ટેલિવિઝન અપલિંગ અને વિસેટ સર્વિસના સંચાર માટે ઉપયોગ કરવામાં આવે છે. આ સેટેલાઇટથી દેશમાં નવી ઇન્ટરનેટ ટેકનોલૉજી લાવવામાં મદદ મળશે.

GSAT-30ના કૉમ્યૂનિકેશન પેલૉડ ગકોની મદદથી ટેલિપોર્ટ સેવાઓ, ડિજીટલ સેટેલાઇટ ખબર સંગ્રહણ (DSNG) જેવી સેવાઓના સંચારમાં મદદ મળશે. હવામાન સંબંધી માહિતી મેળવવામાં પણ આ સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે.