રાજ્યસભાના ઉમેદવાર તરીકે ગીતા શાક્ય અને સીમા દ્વિવેદીને ઉતારાયા
કોણ છે મહિલા ઉમેદવાર ગીતા શાક્ય
ગીતા શાક્ય કાનપુર મતવિસ્તારમાં આવનારી ઔરૈયા જિલ્લાની ઉમેદવાર છે. બીજેપી ઉમેદવાર ગીતા શાક્ય આ પહેલા ઔરૈયા જિલ્લા પ્રમુખ રહી ચૂકી છે, બિધુનાના હમીરપુર ગામમાં પિયર અને ભરથનાના રમપુરા સુહિયા ગામ તેની સાસરી છે. તે 2005થી 2010 સુધી પ્રમુખ રહી છે, અને તેના પતિ પણ પ્રમુખ રહી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીમાં રાજનીતિ કરનારી ગીતા શાક્ય વર્ષ 2009માં પેટાચૂંટણીમાં સપાની ટિકીટ પર બિધૂના વિધાનસભામાંથી ચૂંટણી લડી હતી, કેમકે બિધૂનામાં શાક્ય મતો મહત્વના છે.
બાદમાં ગીતા શાક્ય સપા છોડીને બીજેપીમાં સામેલ થઇ હતી. 2012માં બીજેપીની ટિકીટ પર ચૂંટણી લડી અને બીજા નંબર પર રહી હતી. તેને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદની નજીકની ગણવામાં આવે છે. ગીતા ગ્રેજ્યૂએટ સુધી ભણેલી છે, અને તેને એક દીકરો અને એક દીકરી છે.
કોણ છે મહિલા ઉમેદવાર સીમા દ્વિવેદી
યુપીના જૌનપુર જનપદની બે બેઠકો પરથી ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂકેલી અને કેન્દ્ર સરકારની મંત્રાલયની નિદેશક સીમા દ્વિવેદીને બીજેપીએ આ વખતે ઉમેદવાર બનાવી છે. સીમા દ્વિવેદીએ જિલ્લા પંચાયત સભ્ય તરીકે રાજનીતિક કેરિયરની શરૂઆત કરી, તે 1955માં જિલ્લા પંચાયત સભ્ય બની. બાદમાં 1996 અને 2002માં ગડવારા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બની. વર્ષ 2009માં તે જૌનપુર લોકસભા બેઠક પરથી બીજેપીની ઉમેદવાર રહી પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.
તે વર્ષ 2012માં મુંગરાબાદશાહપુર વિધાસભા બેઠક પર ધારાસભ્ય બની. 2017માં વિધાનસભામાં હારનો સામનો કરવો પડ્યો. સીમા દ્વિવેદીનુ પિયર જૌનપુરના સિકરાર બ્લૉકના ભોઇલા ગામમાં આવેલુ છે. તેના પિતા બીજેપીના જિલ્લા ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે, પતિ બીએચયુમાં પ્રૉફેસર છે.