નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ આજે પોતાની પાર્ટીના 39મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યાં છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, ‘પાર્ટીના સ્થાપના દિવસ પર ભાજપ પરિવારને શુભેચ્છા પાઠવું છું.’


પીએમ મોદીએ કહ્યું કે, “39 વર્ષ પહેલા આજ દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. પાર્ટીએ સમાજ અને રાષ્ટ્રને નવી ઉંચાઈ પર લઈ જવા માટે કામ કર્યું છે. આપણા કાર્યોના કારણે જ ભાજપ આજે દેશની લોકપ્રિય પાર્ટી બની ગઈ છે.”


અમિત શાહે કહ્યું કે, “પાર્ટીના સ્થાપના દિવસના અવસર પર સંગઠનના તમામ મહાપુરુષોને નમન કરું છું, જેઓએ પાર્ટી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી આજે અમે આ વૈભવ સુધી પહોંચાડ્યા છે.


ઉલ્લેખનીય છે કે ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980માં થઇ હતી. 39 વર્ષ બાદ ભાજપ 2014માં એકલા હાથે સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવવા સફળ થઈ હતી. અટલ બિહારી વાજપેયી પાર્ટીના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા.