નવી દિલ્લીઃ સાત રાજ્યોની રાજ્યસભાની 27 બેઠકો પર શનિવારે ચૂંટણી થઇ હતી. 27 બેઠકોમાંથી ભાજપે 11 બેઠકો પર જીત મેળવી હતી. 16 રાજ્યોમાં ખાલી પડેલી 57 રાજ્યસભા બેઠકોમાંથી 27 બેઠક ઉપર શનિવારે મતદાન થયું, જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં કોગ્રેસનો વિજય થયો હતો. જ્યારે સમાજવાદી પાર્ટીને સાત, કોગ્રેસને છ અને બસપાને 2 બેઠકો મળી હતી.
હરિયાણામાં શનિવારે કોગ્રેસના ધારાસભ્યોએ બળવો કરતા રાજ્યસભા ચૂંટણીમાં બીજેપી સમર્થિત અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રાનો વિજય થયો હતો જ્યારે કપિલ સિબ્બલે ઉત્તરપ્રદેશમાં જીત મેળવી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબલ સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા મૂળ ગુજરાતના પ્રીતિ મહાપાત્રનો પરાજય થયો છે.
જ્યારે કેન્દ્રિય મંત્રી એમ.વેકૈયા નાયડુ. બીરેન્દ્ર સિંહ, નિર્મલા સીતારમણ અને મુખ્તાર અબ્બાસ નકવીએ સરળતાથી વિજય મેળવ્યો હતો. કોગ્રેસના વરીષ્ઠ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝ અને જયરામ રમેશે કર્ણાટકમાંથી વિજય થયો હતો. જ્યારે જેડીએસના બળવાખોરોએ ક્રોસ વોટિંગ કરતા કોગ્રેસને ત્રીજી બેઠક મળી હતી. પૂર્વ આઇપીએસ અધિકારી કેસી રામામૂર્તિએ જેડીએસ સમર્થિત અપક્ષ ઉમેદવાર બીએમ ફારૂકને પરાજય આપ્યો હતો