શુક્રવાર જ્યાં શ્રીનગરથી દિલ્હીનું ભાડુ 4 હજાર રૂપિયાની આસપાસ હતું તે શનિવારે વધીને આઠ હજાર અને રવિવા 20 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. રવિવારે શ્રીનગરથી દિલ્હી રૂટની ફ્લાઇટમાં શરૂઆતી ભાડુ 15,500 રૂપિયા છે તો ડાયરેક્ટ અને વન સ્ટોપ ફ્લાઇટ માટે યાત્રી દીઠ 21,000 રૂપિયા સુધીની ચૂકવણી કરવી પડી રહી છે. શ્રીનગરથી મુંબઇ માટે રવિવારે ન્યૂનતમ 16,700 રૂપિયા છે અને કેટલીક ફ્લાઇટમાં આ 20 હજાર રૂપિયાથી પણ વધુ છે.
સરકારના આદેશ બાદ અમરનાથ યાત્રીઓને યાત્રા અધ વચ્ચે જ છોડીને પરત ફરવું પડ્યું છે. અમરનાથ બેઝ કેમ્પ ખાલી રહ્યાં છે. મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ પરત ફરતા શ્રીનગર એરપોર્ટ પણ લોકો ફસાયા છે. એટીએમ અને પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી છે. ફસાયેલા ટૂરિસ્ટો અચાનક શ્રીનગર છોડીને દિલ્હી આવી રહ્યાં છે. જેનો ફાયદો વિમાન કંપનીઓ ઉઠાવી રહી છે.
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘અમે એરલાઇન્સ અને શ્રીનગર એરપોર્ટ ઓથોરિટી સાથે વાત કરી છે. જો વધુ ફ્લાઇટની આવશ્વક્તા હશે તો અમે તેના માટે તૈયાર છીએ. જ્યાં સુધી ભાડામાં વૃદ્ધિની વાત છે, શનિવાર અને રવિવાર સુધીની ટિકિટો બુક થઇ ચૂકી છે અને કેટલીક બચેલી સીટો માટે ભાડુ વધારે છે. સોમવારથી ટિકિટનાં ભાડામાં ઘટાડો થશે.’