નવી દિલ્હીઃ કેન્દ્રિય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પરિવારવાદ અને વંશવાદની રાજનીતિ પર તંજ કસ્યો હતો. કોઇ પાર્ટીના નામ લીધા વિના નિશાન સાધતા ગડકરીએ કહ્યું કે, અગાઉ વડાપ્રધાનના પેટથી વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પેટથી મુખ્યમંત્રી પેદા થતા હતા પરંતુ હવે તેમાં બદલાવ લાવવો પડશે.
કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, અમે ગરીબ વસ્તી ધરાવતા સમૃદ્ધ દેશ છીએ જેમણે શાસન કર્યું તેમણે પોતાના પરિવારોને ફાયદો પહોંચાડ્યો છે. વડાપ્રધાનના પેટથી વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પેટથી મુખ્યમંત્રી પેદા થયા છે. જ્યારે ધારાસભ્યના પેટથી ધારાસભ્ય અને સાંસદના પેટથી સાંસદ પેદા થયા છે પરંતુ આપણે તેને બદલવું પડશે.
તેમણે કહ્યું કે, ભાજપ કોઇ એક પરિવારની પાર્ટી નથી. આ એવી પાર્ટી નથી કે જે જાતિ, ધર્મ અને ભાષાના આધાર પર રાજનીતિ કરે છે. અટલ બિહારી વાજપેઇ અમારા સૌથી દિગ્ગજ નેતા હતા પરંતુ બીજેપી ક્યારેય પણ તેમના અને પછી અડવાણીના નામ પર ઓળખાઇ નથી. ગડકરીએ કહ્યું કે, રાજનાથ સિંહ અને હું બીજેપીના અધ્યક્ષ રહ્યા છે પરંતુ બીજેપી અમારા નામે ઓળખાતી નથી.