નવી દિલ્હી: ફેસબૂક વિવાદ વચ્ચે એક એવા સમાચાર આવ્યા છે જે સત્તાધારી ભાજપ સાથે જોડાયેલા છે. છેલ્લા 18 મહિનામાં ભારતમાં સામાજિક મુદ્દા, ચૂંટણી અને રાજકીય ક્ષેત્રમાં ફેસબુકને જાહેરખબર આપવામાં ભારતીય જનતા પાર્ટી સૌથી આગળ રહી છે. સત્તાધારી ભાજપે ફેબ્રુઆરી 2019થી લઈને ઓગસ્ટ 24 સુધી ફેસબુકને 4.61 કરોડ રૂપિયાની જાહેરખબર આપી છે.

બીજા સ્થાન પર રહી કૉંગ્રેસ

દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસ ફેસબુક પર રાજકીય જાહેરખબર આપવાના મામલે બીજા નંબર પર છે. આ સોશિયલ મીડિયા દિગ્ગજના સ્પેંડિંગ ટ્રેકર મુજબ જાણકારી મળી છે કે આ સમયગાળામાં કૉંગ્રેસે ફેસબુકને 1.84 કરોડ રૂપિયાની જાહેરખબર આપી છે.

ટોપ 10 માંથી ચાર અન્ય એડવર્ટાઈઝર્સનો સંબંધ પણ ભાજપ સાથે

આ જાણકારી પણ સામે આવી છે કે ફેસબુકને આ કેટેગરીમાં જાહેરાત આપનારાઓમાં ટોપ 10ની યાદીમાં સામેલ ચાર અન્યનો સંબંધ પણ ભાજપ સાથે છે. જેમાંથી ત્રણનું સરનામું તો ભાજપના દિલ્હી સ્થિત રાષ્ટ્રીય હેડક્વાર્ટરનું છે.
કોણ છે તે અન્ય ચાર એડવર્ટાઈઝર્સ

આ ચારમાંથી બે કમ્યૂનિટી પેઈજ છે જેમાં એક 'માઈ ફર્સ્ટ વોટ ફોર મોદી' છે જેણે 1.39 કરોડ રૂપિયાની જાહેરખબર ફેસબુકને આપી છે. બીજુ પેઈજ છે 'ભારત કે મન કી બાત' જેણે 2.24 કરોડ રૂપિયા ફેસબુકને આપ્યા છે. નેશન વિથ નમો જેને એક ન્યૂઝ અને મીડિયા વેબસાઈટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું, તેણે ફેસબુકને 1.28 કરોડ રૂપિયાની જાહેરખબર આ સમયગાળા દરમિયાન આપી છે. આ સિવાય એક પેઈજ જે ભાજપ નેતા અને પૂર્વ સાંસદ આર કે સિન્હા સાથે જોડાયેલું છે તેણે ફેસબુકને 0.65 કરોડની રૂપિયાની જાહેરખબર આપી. ભાજપ નેતા આર કે સિન્હા એક સિક્યોરિટી અને ઈન્ટેલીજન્સ સર્વિસિસના માલિક છે.
કુલ મળી ભાજપનો જાહેરખબરનો ખર્ચ 10.17 કરોડ રૂપિયા થયો

આ બધાને એક સાથે મળી જોવામાં આવે તો ભાજપનો ફેસબુકને આપવામાં આવેલી જાહેરખબરોનો કુલ ખર્ચ 10.17 કરોડ રૂપિયા થાય છે જે ફેસબુકની ટોપ 10 એટવર્ટાઈઝર્સનો કુલ એડનો 64 ટકા છે. ટોપ 10 એડવર્ટાઈઝર્સ પાસેથી ફેસબુકને કુલ 15.81 કરોડ રૂપિયાની જાહેરખબરો આ કેટેગરીમાં મળી હતી. આ સમયમાં સામાન્ય ચૂંટણીનો સમય પણ સામેલ હતો જેના કારણે એપ્રિલ-મે 2019ના આંકડા પણ સામેલ કરવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીએ પણ આપી જાહેરખબર

ફેસેબુકની રાજકીય જાહેરખબરોની કેટગરીમાં ટોપ 10ની યાદીમાં આમ આદમી પાર્ટીનું નામ પણ સામેલ છે જેણે ફેસબુકને આશરે 69 લાખ રૂપિયાની જાહેરખબર આપી.

ફેસબુકના આ પ્લેટફોર્મ પર મળી જાહેરખબર

ડેટા મુજબ ફેબ્રુઆરી 2019થી અત્યાર સુધી ફેસબુક ઈન્ડિયાને આ રાજકીય જાહેરખબર કેટેગેરીમાં કુલ 59.65 કરોડ રૂપિયાની જાહેરખબર એટલે કે એડ મળી છે. એ પણ મોટી જાણકારી મળી છે કે ફેસબુકને આ જાહેરખબરો માત્ર વેબસાઈટ અને તેના એપ પર નહી પરંતુ ફેસબુકના અન્ય પ્લેટફોર્મ જેવા ઈન્સ્ટાગ્રામ, ઓડિયન્સ નેટવર્ક અને મેસેન્જર પણ પણ મળી છે.