Maharashtra New CM: : ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી હશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 5 ડિસેમ્બરે સીએમ પદના શપથ લેશે.
ધારાસભ્યોની બેઠક દરમિયાન કેન્દ્રીય નિરીક્ષક નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.
મહાયુતિની બેઠકમાં એકનાથ શિંદે અને અજિત પવારને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનાવવા પર સહમતિ બની છે.
આ નિર્ણય બાદ હવે દેવેન્દ્ર ફડણવીસ તેમના સમર્થકો અને ધારાસભ્યોના નામ સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. મહાયુતિના નેતાઓ બપોરે 3.30 કલાકે રાજભવન જશે. મહારાષ્ટ્રમાં 5મી ડિસેમ્બરે આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.
વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે ભાજપને સીટો મળી છે તે જોતા એવું માનવામાં આવતું હતું કે આગામી સીએમ ભાજપના જ હશે. દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પરથી ચૂંટાયા છે. તેઓ ભૂતકાળમાં પણ સીએમ રહી ચૂક્યા છે. એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ પદ સંભાળી ચૂકેલા દેવેન્દ્ર ફડણવીસને 2019માં પણ સીએમ બનવાની તક મળી હતી પરંતુ બે દિવસ બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને 230 વિધાનસભા બેઠકો મળી છે. જેમાં ભાજપને સૌથી વધુ 132 સીટો મળી છે. એકનાથ શિંદેની શિવસેનાએ 57 અને અજિત પવારની એનસીપીએ 41 બેઠકો જીતી છે.
ભાજપ અને શિવસેનાના સંભવિત મંત્રીઓની યાદી સામે આવી છે. કોંકણમાંથી ભાજપના નીતિશ રાણે, રવિન્દ્ર ચવ્હાણ, ગણેશ નાઈકને મંત્રી પદ આપવામાં આવી શકે છે. આ સાથે જ મુંબઈથી ભાજપના મંગલપ્રભાત લોઢા, આશિષ શેલાર, રાહુલ નાર્વેકર, અતુલ ભાતખલકરના નામની ચર્ચા થઈ રહી છે. આ સાથે શિવસેનાના 7 નેતાઓના નામ સંભવિત મંત્રીઓની યાદીમાં છે, જેમાં પાર્ટીના પ્રમુખ એકનાથ શિંદે, દાદા ભુસે અને અન્ય ઘણા મહત્વપૂર્ણ નેતાઓના નામ છે.
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી