Sukhbir Singh Badal News: પંજાબમાં શિરોમણિ અકાલી દળ (SAD)ના નેતા સુખબીરસિંહ બાદલ પર ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે, પરંતુ આ હુમલામાં તે સહેજ માટે બચી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુવર્ણ મંદિરના ગેટ પર એક વ્યક્તિએ તેમના પર ફાયરિંગ કર્યું હતુ. હુમલાખોરે ફાયરિંગ કરતાની સાથે જ ઘટનાસ્થળે હાજર લોકોએ આરોપીને પકડી લીધો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેની પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે. આરોપીનું નામ નારાયણસિંહ બતાવવામાં આવી રહ્યું છે. તે પક્ષ ખાલસા સાથે સંકળાયેલો છે.






પંજાબના પૂર્વ ડેપ્યૂટી મુખ્યમંત્રી સુખબીર બાદલ મંગળવારથી અમૃતસરના સુવર્ણ મંદિર એટલે કે શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારાની બહાર ચોકી કરીને સજા ભોગવી રહ્યા છે. તેઓ મંગળવારે બપોરે વ્હીલચેર પર ગુરુદ્વારા પહોંચ્યા હતા. તેના ગળામાં દોષિત હોવાની નિશાની પણ લટકતી રહે છે.


તેમને સજાના પહેલા દિવસે સુવર્ણ મંદિરના સામુદાયિક રસોડામાં વાસણો પણ સાફ કર્યા હતા. આ દરમિયાન તેણે સેવાકર્મીઓનો પોશાક પહેર્યો હતો. રક્ષક માટે હાથમાં ભાલો. તમને જણાવી દઈએ કે સુખબીર સિંહ બાદલના પગમાં ફ્રેક્ચર છે, તેથી પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે અને તેઓ વ્હીલચેર પર દેખાઇ રહ્યાં છે.


સુખબીર સિંહ બાદલને કેમ સંભળાવવામાં આવી છે સજા ? 
શીખ સમુદાયની 'સુપ્રિમ કૉર્ટે' એટલે કે શ્રી અકાલ તખ્ત સાહિબએ સુખબીર બાદલને ધાર્મિક સજા સંભળાવી છે. તે ગુરુદ્વારામાં સેવા કરશે. વાસણો ધોશે અને ચોકીદારી પણ રાખશે. શ્રી દરબાર સાહિબમાં બનેલા જાહેર શૌચાલયની પણ સફાઈ કરશે. 2007 થી 2017 દરમિયાન અકાલી દળની સરકાર દરમિયાન ધાર્મિક ભૂલો માટે જથેદાર શ્રી અકાલ તખ્તે બાદલ અને તેમની પાર્ટીના નેતાઓને સજા ફટકારી છે. અકાલી નેતાઓ સેવા આપીને સમાન સજાની ભરપાઈ કરી રહ્યા છે.


શું છે આરોપ ? 
અકાલ તખ્તે સુખબીર બાદલ અને તેમની કેબિનેટ સામે દોષિત પુરવાર કર્યું છે. આરોપ છે કે બાદલે ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમને ઈશનિંદા કેસમાં માફી અપાવવામાં મદદ કરી છે. આ માટે બાદલે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને રામ રહીમ સામેની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાનના કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સંગતના પૈસાથી રાજકીય જાહેરાતો કરવામાં આવી હતી. ડીજીપી સુમેધ સૈનીની નિમણૂકને ધાર્મિક અપરાધ ગણાવ્યો છે.


આ પણ વાંચો


BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી