રામ માધવનો દાવો- PM મોદી કૉંગ્રેસનો રેકોર્ડ તોડશે અને 2047 સુધી ભાજપ સત્તામાં રહેશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jun 2019 10:10 AM (IST)
ભાજપના મહાસચિવ રામ માધવે શુક્રવારે દાવો કર્યો કે પાર્ટી કૉંગ્રેસનો રેકોર્ડ તોડશે અને તેઓ 2047 સુધી સત્તામાં રહેશે.
અગરતલા: ભાજપના મહાસચિવ રામ માધવે શુક્રવારે દાવો કર્યો કે પાર્ટી કૉંગ્રેસનો રેકોર્ડ તોડશે અને તેઓ 2047 સુધી સત્તામાં રહેશે. ભાજપના નેતાએ કહ્યું, જો કોઈ પાર્ટી હોઈ જે લાંબા સમયથી સુધી 1950થી 1977 સુધી સત્તામાં રહી હોય, તે કૉંગ્રેસ છે. હું તમને વાયદો આપું છુ કે મોદીજી આ રેકોર્ડને તોડશે. નરેંદ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર લાંબો સમય સુધી સત્તામાં રહેશે. અમને વિશ્વાસ છે કે પાર્ટી 2047 સુધી સત્તામાં રહેશે, જ્યારે દેશ આઝાદીની શતાબ્દી વર્ષ ઉજવી રહ્યો હશે. રાષ્ટ્રવાદ બાજપના ડીએનએમાં છે. રામ માધવ અગરતલામાં રવીન્દ્ર સતવાર્ષિકી ભવનમાં પાર્ટીની વિજય રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, અમે છેલ્લા પાંચ વર્ષોમાં સાંપ્રદાયિક અશાંતિ, ભ્રષ્ટાચારને રોકવામાં સફળ રહ્યા અને મજબૂત ભારતનું નિર્માણ કરવા અને આર્થિક સ્થિરતા લાવવાને કારણે અમને પ્રચંડ જીત મળી છે. સંસદ સુધી પહોંચવા માટે અમારી પાર્ટીએ સેનાની ઉપલબ્ધિયોનો સહારો નથી લીધો. રામ માધવે પૂર્વોત્તર ભારતમાં ભાજપની જીત માટે મુખ્ય ભૂમિકા નિભાવી છે.