આ પહેલા ભારતીય હવામાન વિભાગે (IMD) આગાહી કરી હતી કે, નાગાલેન્ડ, છત્તીસગઢ, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને કેરળમાં આગામી 72 કલાક દરમિયાન ભારે પડી શકે છે. સાથે જ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગરમીથી આગામી થોડા દિવસોમાં રાહત રહેવાની આશા વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે કેરળમાં 2014ના વર્ષમાં ચોમાસું 5મી જૂન, 2015માં છઠ્ઠી જૂન અને 2016માં 8મી જૂનના રોજ આવ્યું હતું. જ્યારે વર્ષ 2018માં કેરળમાં ત્રણ દિવસ પહેલા એટલે કે 29મી મેના રોજ ચોમાસાએ દસ્તક દીધા હતા. ગત વર્ષે દેશમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.
હવામાન વૈજ્ઞાનિક સોમા સેન રોયના જણાવ્યા પ્રમાણે ચોમાસું મોડું આવવાથી વરસાદના પ્રમાણમાં કોઈ ફેરફાર નહીં થાય. જોકે, જૂનમાં વરસાદ થોડો ઓછો પડી શકે છે. અસામાન્ય સ્થિતિને કારણે ચોમાસું મોડું થયું છે.