નવી દિલ્હીઃ રવિવારે રામ મંદિરના ભૂમિ પૂજનની તારીખ સામે આવ્યા બાદ એનસીપીના પ્રમુખ શરદ પવારે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, આપણે નક્કી કરવું પડશે કે કયુ કામ કેટલુ મહત્વપૂર્ણ છે? તેમણે કહ્યું કેટલાક લોકોને લાગે છે કે રામ મંદિર બનવાથી કોરોના ખતમ થઈ જશે. લોકડાઉનથી લોકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે તે હકીકત પર કેન્દ્ર સરકારે ધ્યાન આપવું જોઈએ.


તેમના આ નિવેદન પર આજે ભાજપના નેતા ઉમા ભારતીએ પ્રતિક્રિયા આપી હતી. ઉમા ભારતીએ કહ્યું કે, આ નિવેદન ભગવાન રામની વિરુદ્ધ છે. પીએમ મોદીની વિરુદ્ધમાં નથી.



અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ જશે. રામ મંદિર ભૂમિ પૂજનની તારીખ 5 ઓગસ્ટ નક્કી થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે.

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમમાં મર્યાદીત લોકો જ સામેલ થઈ શકશે. મંદિરની ઊંચાઈ 161 ફૂટ હશે અને તેમાં ત્રણના બદલે પાંચ ગુંબજ હશે. સોમપુરા માર્બલ બ્રિક્સ જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ આ લોકો જ બનાવ્યું છે. મંદિર માટે 10 કરોડ પરિવારો દાન આપશે.