નવી દિલ્લી: આગલા વર્ષે ઉત્તર પ્રદેશમાં થનાર વિધાનસભાની ચૂંટણી પહેલા ભગવાન રામને લઈને પણ રાજનીતિ ગરમ થઈ રહી છે. એકબાજુ કેંદ્ર સરકાર અયોધ્યામાં રામાયણ સંગ્રહાલય બનાવવા માટે ગતિશીલ બની ગયું છે. હાલમાં કેંદ્રીય પર્યટન મંત્રી મહેશ શર્માએ અયોધ્યાની મુલાકાત કરી હતી, મુલાકાત દરમિયાન તેમને કહ્યું કે, ત્યાંની જમીનને જોઈને કહ્યું હતું કે, અહીં રામાયણ સંગ્રહાલય બનાવી શકાય છે. આ મુદ્દામાં અયોધ્યામાં રામ મંદિરના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર બીજેપી સાંસદ (રાજ્યસભા) વિનય કટિયારે એક ચેનલ સાથેની વાતચીતમાં રાજ્ય સરકાર પર લૉલીપૉપ આપવાનો આરોપ લગાવ્યો હતો. રામાયણ સંગ્રહાલયના સમયે રામ થીમ પર પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી. યૂપી સરકારે રામાયણ સંગ્રહાલય માટે જે જમીન આપવાની હતી, તે અત્યાર સુધી આપી નથી. કટિયારે કહ્યું, રામાયણ સંગ્રહાલય માટે ઉત્તર પ્રદેશની સરકાર લૉલીપૉપ આપી રહી છે. તેમને કહ્યું કે સંગ્રહાલય માટે જમીન હજું પણ નક્કી થઈ નથી. કેંદ્ર સરકાર છેલ્લા એક વર્ષથી આ પ્રયાસ કરી રહી છે અને તેમને તેના માટે 225 કરોડ રૂપિયા રાખેલા છે. રામ મંદિરના મુદ્દા પર કટિયારે કહ્યું, કેંદ્ર સરકારને રામ મંદિરના નિર્માણ માટે જે કદમ ઉઠાવવું જોઈતું હતું, તે હજી સુધી ઉઠાવ્યું નથી. તેમને એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અયોધ્યામાં પર્યટક રામ જન્મભૂમિ માટે અહીં આવે છે.