નવા બ્રહ્મોસની હદમાં સમગ્ર પાકિસ્તાન, મિનિટોમાં કોઇ પણ શહેરને બનાવી શકે છે નિશાન
abpasmita.in | 19 Oct 2016 12:49 PM (IST)
નવી દિલ્લીઃ ભારત અને રૂસ મળીને બ્રહ્મોસ મસાઇલનું નવુ સંસ્કરણ બનાવા જઇ રહ્યા છે. જેની મારક ક્ષમતા 600 કિમીથી વધુ હશે. તે ચોક્કસ નિશાન લગાવવા માટે સક્ષમ છે. આ મિસાઇલની હદમાં સમગ્ર પાકિસ્તાન આવશે. તેના કોઇ પણ શહેરને નિશાન બનાવી શકશે. આ વર્ષે જૂનમાં મિસાઇલ ટેક્નોલૉજી કંટ્રોલ રિજીમ (એમટીએસઆર)ના સભ્યો બનવાથી ભારતને આ લાભ મળી રહ્યો છે. કેમ કે, એમટીસીઆરના નિયમ મુજબ કઇ પણ સભ્ય દેશ 300 થી વધુ રેંજની મિસાઇલ સભ્ય દેશ ના હોય તેને વેચી શક્તા નથી. તેમજ તેની સાથે સંયુક્ત ઉત્પાદન પણ નથી કરી શક્તા. અને તેની ટેક્નીક પણ નથી આપી શક્તા. એમટીસીઆર સભ્ય બન્યા બાદ ભારત માટે આવું બંધન નથી રહ્યુ. ગોવા સમિટમાં ભારત અને રૂસ વચ્ચે નવી મિસાઇલ બનાવવાની સહમતી મળી છે. બ્રહ્મોસની હાલની મિસાઇલોની મારક ક્ષમતા 3000 કિમી સુધીની છે. અને તેને પાકિસ્તાનના અંદરના ઠેકાણાને ચોક્કસ નિશાન બનાવવામાં મુશ્કેલી આવી શકે છે. જો કે ભારત પાસે લાંબી દૂરીની બેલેસ્ટિક મિસાઇલ છે. પરંતુ બ્રહ્મોસના નવા સંસ્કરણમાં લક્ષિત નિશાનને બરબાદ કરવાની ક્ષમતા યુદ્ધની સ્થિતિમાં ભારત માટે બાજી પલટાવવા મહત્વની ભૂમિકા ભજવી શકે છે.