નવી દિલ્લી: ભારતીય જનતા પાર્ટીના લોકસભા સભ્ય અને દલિત એક્ટીવિસ્ટ ઉદિત રાજે ઉસેન બોલ્ટ માટે કરેલી વિવાદાસ્પદ ટ્વિટ અંગે આજે સ્પષ્ટતા કરી છે.

ઉદિત રાજે કહ્યું હતું કે જમૈકાના સ્પ્રીંટર ઉસૈન બોલ્ટને ઓલંપિક્સમાં નવ ગોલ્ડ મેડલ મેળ્યા તેની માટે બીફ ડાયેટ જવાબદાર છે. જે બાદ વિવાદ થતાં સોમવારે ઉદિત રાજે સ્પષ્ટતા કરી છે કે તેમનો ઈશારો ઉસૈનના સમર્પણની વાત કરી રહ્યા હતા.

રવિવારે રાજે ટ્વિટ કર્યુ હતું કે, જમૈકાના ઉસૈન બોલ્ટ ઘણા ગરીબ હચા અને તેમના ટ્રેનરે તેને બંને સમયે ગાયનું માસ ખાવાની સલાહ આપી હતી, તેમણે ઓલંપિક્સમાં 9 ગોલ્ડ મેડલ જીત્યા છે.

આ અંગે વિવાદ થતાં ઉદિત રાજે એક ન્યૂઝ ચેનલમાં ઈંટરવ્યૂ આપતા કહ્યું કે, મેં બોલ્ટ અને તેના બીફ ડાયેટ અંગે ટ્વિટ કર્યુ હતું કેમકે આક્ષેપ થયા હતા કે આપણા દેશમાં એથ્લીટોને પૂરતી સગવડ મળી નથી રહી. મામલો સુવિધાઓનો નથી. જે મુદ્દો છે તે રમત માટેના સમર્પણનો છે. ઉસૈન બોલ્ટ ગરીબ હતો પણ તે સમર્પિત હતો. જ્યારે તેના ટ્રેનરે તેને કહ્યું કે તેણે પ્રોટિન માટે બીફ ખાવું જોઈએ ત્યારે ત્યારે એ વાત બોલ્ટે માની અને આટલા બધા ગોલ્ડ મેડલ જીત્યા.

જ્યારે રાજને પૂછવામાં આવ્યું કે તેમની આ ટિપ્પણીથી રાજકિય વિવાદ શરૂ થઈ શકે છે તેના જવાબમાં કહ્યું કે, હું સ્પષ્ટતા કરવા માગુ છું કે ભાજપે ક્યારેય કંઈ ન ખાવા માટે ના પાડી નથી. તમને જે ગમે તે ખાવ. આવી બધી વાતો પક્ષની છબિ ખરાબ કરવા માટે કરવામાં આવે છે.

ઉદિત રાજ દિલ્લીની નોર્થ-વેસ્ટ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ઓલ ઈંડિયા કોન્ફડરેશન ઓફ એસસી/એસટી ઓર્ગેનાઈઝેશન્સના ચેરપર્સન છે. ગુજરાતમાં ગૌરક્ષકોએ દલિતો પર કરેલા અત્યાચાર સામે તેમણે અવાજ ઉઠાવ્યો હતો.