શ્ર્વેતામબંર જૈન સમાજના ખારાકુઆ પ્રમુખ મંદિર ઋષભદેવ છગનીરામનું વારસાઈ મંદિર છે. આ મંદિરના ટ્રસ્ટનું માનવું છે કે દરરોજ પૂજા પાઠ,દર્શન સમયે મોટેભાગે મહિલાઓ અને યુવતીઓ જીન્સ-સ્કર્ટ કે કેપરી જેવા મોર્ડન કપડા પહેરીને આવે છે. જેથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સાધુ મંડળે પણ આ વિષયને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.પન્યાસ વિમલ કીર્તી મહારાજ અને ગણિવર્ય કીર્તી મહારાજના સાનિધ્યમાં પેઢીના ટ્રસ્ટે સાથે બેસીને આઠ વર્ષથી વધારે ઉંમરની યુવતીઓને મંદિર પરિસરમાં જીન્સ અને સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મંદિરના ટ્રસ્ટનું કહેવુ છે કે મહિલાઓ અને યુવતીઓએ ભારતીય સંસ્કૃતિ અનુસાર સાડી સલવાર અને કમીઝ પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. હાલ જીંસ અને સ્કર્ટ પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર કોઈ દંડની જોગવાઈ રાખવામાં નથી આવી.