રામગઢ: આતંકી મસૂદ અઝહરને સાહેબ કહેવા પર બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીની આકરી ટીકા કરવામાં આવી હતી. ત્યારે હવે મોદી સરકારના કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહરને ‘જી’ કહીને સંબોધન કર્યું છે. ઝારખંડના રામગઢમાં રોડ શો દરમિયાન જંયત સિન્હા ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યાં હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે અમારી સરકારે રોજ નવા નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. મસૂદ અઝહર જી ને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો શ્રેય પણ અમારી સરકારને જાય છે.


નોંધનીય છે કે બેદિવસ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિંદુસ્તાન અવામ મોર્ચાના અધ્યક્ષ જીતન રામ માંઝીએ આંતકી મસૂદ અઝહરને ‘સાહેબ’ કહીને સંબોધિત કર્યો હતો. જેના બાદ ભાજપને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. જેના પર વિવાદ શરૂ થઈ ગયો હતો. બાદમાં માંઝીએ તેની જીભ લપ્સી હોવાનું જણાવ્યું હતું.

જયંત સિન્હાએ કહ્યું કે “અત્યારે અમે જે કામ કર્યું તે ખૂબજ સફળ રહ્યું છે. હાલમાં જ મસૂદ અઝહર જી ને સંયુક્ત રાષ્ટ્રએ ગ્લોબલ આતંકવાદી જાહેર કરી દીધો છે. આ કામ યૂપીએના સમયે થયું. કૉંગ્રેસના સમયે ક્યારેય થઈ શક્યું નથી. કારણ કે દેશની પ્રતિષ્ઠા અને સન્માન વિશ્વસ્તર પર ડૂબી ચૂકી હતી, ત્યાં માત્ર વંશવાદ હતો.”

ઉત્તરપ્રદેશ: પ્રતાપગઢમાં બોલ્યા PM મોદી, 'ગઠબંધનના નામે સપા-કૉંગ્રેસે માયાવતીનો ફાયદો ઉઠાવ્યો'

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે બુધવારે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. જેને લઈને જયંત સિન્હા પોતાના રોડ શો દરમિયાન મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યાં હતા.

અરવિંદ કેજરીવાલને લાફો મારનારા યુવકના પરિવારે સમગ્ર મામલે શું કહ્યું ? જુઓ વીડિયો