ઈન્દોર કોર્પોરેશન દ્વારા ભયજનક ઈમારતો તોડી પાડવા માટેનુ અભિયાન શરૂ કરાયુ છે. આવી જ એક ઈમારત તોડવા માટેકોર્પોરેશનની ટીમ પહોંચી ત્યારે ત્યાં રહેનારા લોકોએ વિરોધ કરીને ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને બોલાવી લીધા હતા.
આકાશે સત્તાના નશામાં નગર નિગમના અધિકારીઓ અને કર્મચારીઓને ધમકી આપી હતી કે, 10 મિનિટમાં અહીંથી રવાના થઈ જાવ. એ પછી પણ કોર્પોરેશનની ટીમે પોતાની કામગીરી ચાલુ રાખતા ધારાસભ્ય ભડક્યા હતા. કૈલાસ વિજયવર્ગીયે બેટ વડે કોર્પોરેશનના કર્મચારીને ફટકારવાનુ શરૂ કર્યુ હતુ.
એ પછી માંડ માંડ મામલો થાળે પડ્યો હતો. જોકે ધારાસભ્યે કાયદો હાથમાં લેતા તેની ટીકા પણ થઈ રહી છે. બીજી તરફ આખો મામલો કેમેરામાં પણ કેદ થઈ ગયો છે.