કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની ચૂંટણી પુરી થઇ ગઇ છે. રાજ્યમાં ફરી એકવાર મમતા બેનર્જી સત્તામાં છે, અને તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે. બીજેપીને ટક્કર આપીને વાપસી કરનારી મમતા બેનર્જીનેને હવે તેના પૂર્વ સાથીએ એક ભાવુક અને માફીપત્ર લખ્યો છે. સતત ચાર વખત ચૂંટણી જીતતા રહેલા તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સોનાલી ગુહાએ કહ્યું મે બીજેપી જોઇને કરીને ભૂલ કરી છે, મમતા દીદી વિના નથી જીવી શકતી. 


રાજ્યમાં સતત ચાર વખત ધારાસભ્ય પદ માટેની ચૂંટણી જીતી ચૂકેલી તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સોનાલી ગુહાએ પોતાને ટીએમસીમાંથી ટિકિટ ન મળતાં ભાજપમાં જોડાઈ ગઇ હતી. હવે તેમણે શનીવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને પક્ષ છોડવાના પોતાના નિર્ણય બદલ માફી માગીને તૃણમૂલમાં પાછા લઈ લેવા કાકલૂદી કરી છે. સોનાલી ગુહાએ પત્રમાં લખ્યું હતું કે, પોતે લાગણીના આવેશમાં પક્ષ છોડી ગયાં હતાં, પરંતુ ત્યાં સેટ થઈ શકાયું નહીં. એ લોકો મમતા દીદી વિશે એલફેલ બોલવાનું કહેતા હતા. જેમ માછલી પાણીની બહાર જીવી શકતી નથી તેમ દીદી વગર જીવી શકાય એમ નથી, જો માફી ન મળે તો હું જીવી શકીશ નહીં.




ભાજપના શુભેન્દુના પિતા અને ભાઈને Y+ સુરક્ષા..... 
મમતા બેનર્જીને નંદીગ્રામ બેઠક પરથી માત આપનાર ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પિતા અને ભાઈની સિક્યૂરિટીમાં વધારો કરવામાં આવ્યો છે. શુભેન્દુના પિતા શિશિર અધિકારી અને તેના ભાઈ દિવ્યેંદુ અધિકારી સંસદસભ્ય છે જેમને હવે Y+ કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની સુરક્ષામાં સીઆરપીએફના જવાનો પણ તૈનાત રહે છે. શુભેન્દુ અને તેના પિતા હાલમાં ભાજપમાં છે જ્યારે તેના ભાઈ દિવ્યેન્દુ હજુ પણ ટીએમસીમાં છે. પાછલા વર્ષે શુભેન્દુ ટીએમસીમાંથી નીકળીને ભાજપમાં જોડાયા તે પછી તેની સુરક્ષા Y+થી વધારીને ઝેડ કેટેગરીની કરી દેવામાં આવી હતી. તેના પિતા શિશિર ચૂંટણીની છેલ્લી ઘડીએ ટીએમસીમાંથી ભાજપમાં જોડાયા હતાં.