કોરાનાની બીજી લહેરમાં હવે ધીરે ધીરે નવા કેસમાં ડાઉન ફોલ્સ જોવા મળી રહ્યો છે. જોકે મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે. આંકડાં કહે છે કે ગત વર્ષની સરખામણીમાાં આ વર્ષે યુવાનોના મોતનો દર બમણો છે. દિલ્લી એનસીઆરીહોસ્પિટલના આંકડાના અધ્યયન બાદ તારણ સામે આવ્યું છે. જે ખૂબ જ ચિંતાજનક છે.
દેશમાં 10 મેએ સંક્રમણ - 3, 88,058 હતું, જે 17 મેએ ઘટીને 3,19,437 સુધી પહોંચી ગયું. અહીં સંક્રમિત કેસની સંખ્યા તો ઘટી પરંતુ મોતના આંકડા ચિંતાજનક છે. 10 મેએ કોવિડના થયેલા મોતની સંખ્યા જે 3,948 હતી તે 17 મેએ વધીને 4,103 થઇ ગઈ, સંક્રમિત કેસનની સંખ્યા સતત ઘટી રહી છે પરંતુ મોતનો સિલસિલો હજુ યથાવત છે. ભારતમાં હજુ પણ સરેરાશ રોજ 4 હજાર લોકોના મોત થઇ રહ્યાં છે.
આ મુદ્દે એક્સપર્ટનો મત છે કે, જ્યારે મહામારીમાં કેસની સંખ્યા લાખોમાં હોય ત્યારે સંક્રમણની રફતાર ઘટ્યાંના 2 સપ્તાહ બાદ મોતમાં ઘટાડો થાય છે. એટલે 15 દિવસ બાદ ડેથ રેટમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. કોવિડની બીજી લહેરમાં યુવા લોકોના મોતનો આંકડો પણ ચિંતાજનક છે. ગત વર્ષની સરખામણીમાં તે બમણો છે. યુવા ડેથરેટની વાત કરીએ તો વર્ષ 2020માં 9 મહિનામાં 27 ટકા યુવા દર્દીઓ હતા. જેમાંથી 2 ટકા દર્દીના મોત થયા હતા. 2021માં 3 મહિના 27 ટકા યુવા કોવિડના દર્દીઓ જેમાંથી મૃત્યુઆંક 4 ટકા એટલે કે ગત વર્ષની સરખામણીમાં બમણો છે.
કોરોનાની સેકેન્ડ વેવેમાં સંક્રમિત નવા કેસમા ડાઉનફોલ્સ જોવા મળી રહ્યો છે. પરંતુ વધતો જતો ડેથ રેટ કહી રહ્યો છે. સાવધાન રહો. સેકેન્ડ વેવમાં યુવાનોના ડેથરેટમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. જે ચિંતાજનક છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4194 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,57,0630લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 62 લાખ 89 હજાર 290
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 30 લાખ 70 હજાર 365
- કુલ એક્ટિવ કેસ - 29 લાખ 23 હજાર 400
- કુલ મોત - 2 લાખ 95 હજાર 525
19 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 33 લાખ 72 હજાર 819 ડોઝ આપવામાં આવ્યા છે.