જે સમયે નરેન્દ્ર મહેતાની પત્નીએ રિક્ષાને ટક્કર મારી તે સમયે કોઈએ આ ઘટનાને મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. જ્યારે ઘટના બની ત્યારે નરેન્દ્ર મહેતાનો દિકરો પણ કારમાં હતો. આ ઘટનાની જાણ થતાં નરેન્દ્ર મહેતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પહેલા તેમણે ગાડીની હાલત જોઈ અને પછી પોતાના ડ્રાઈવર સાથે વાત કરવા લાગ્યા હતા.
ઘટનાની જાણકારી આપતા નરેન્દ્ર મહેતાએ જણાવ્યું કે તે સમયે ગાડી તેમની પત્ની સુમન મહેતા ચલાવી રહી હતી. પણ જે રીતે વાઈરલ વીડિયોમાં દેખાય છે તેવું કઈ થયું નથી. આ તેમને બદનામ કરવાની કોશિશ છે. હું રાજકારણમાં છું માટે આ વીડિયો આ હદે વાઈરલ કરવામાં આવી રહ્યો છે. રોજ ઘણા એક્સિડંટ થાય છે. હજી સુધી આ મામલે રિક્ષા વાળા તરફથી પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી.