નવી દિલ્લી: સાંસદો માટે અચ્છે દિન આવી રહ્યા છે. સાંસદોના પગાર અને ભથ્થા વધારવાનો મામલે પીએમઓના હાથમાં હવે નિર્ણય છે. આ અંગે ઝડપથી નિર્ણય થઈ શકે છે. આના પર સંસદની સંયુક્ત સમિતિને આપેલા જવાબમાં સરકારે કહ્યું કે સાંસદોના પગાર વધારાના લઈને સમિતિની રજૂઆત પર પીએમઓ હાલ વિચાર કરી રહ્યું છે. સરકારે એ આશા વ્યક્ત કરી છે કે નવેમ્બરમાં શરૂ થનારા શિયાળુ સત્રમાં વિધેયક લાવવામાં આવશે.
બીજેપી સાંસદ યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં બનેલી સ્થાયી સમિતિએ ગયા વર્ષે સાંસદોના પગાર-ભથ્થા અને પૂર્વ સાંસદોના પેંશનમાં બે ગણો વધારે કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સમિતિની રજૂઆત મૂજબ સાંસદનો પગાર 50,000 રૂપિયાથી વધારીને 1,00000 રૂપિયા કરવાની રજૂઆત હતી.આ સાથે સાંસદના ક્ષેત્રમાં તેમજ સ્ટોક ભથ્થામાં પણ વધારે કરવાની રજૂઆત હતી.
સમિતિની રજૂઆત બાદ વિત મંત્રાલયે આના પર કામ શરૂ કર્યું હતુ પરંતુ થોડી આલોચનાઓ પછી પીએમ મોદીએ અસહમતિ દર્શાવી હતી. ત્યારબાદ સરકાર પોતાના પગ પાછા ખેંચી લીધા હતા.ત્યારથી આ સમગ્ર મામલો ગુચવાયેલો હતો પરંતુ હવે સરકાર સાંસદોને જલ્દી ખૂશ ખબરી આપે તેવા સમાચાર છે.
સંયુક્ત સંસદીય સમિતિની મંગળવારે મળેલી બેઠકમાં સાંસદોએ દલીલ કરી હતી કે સાતમાં પગાર પંચની ભલામણ સ્વિકારાઈ બાદ હવે તેમના પગાર વધારામાં સરકાર શા માટે વિલંબ કરી રહી છે.આના પર સંસદીય કાર્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે આ મામલે પીએમઓ વિચાર કરી રહ્યા છે.પીએમઓ માથી લીલી ઝંડી મળ્યા બાદ કેબીનેટ તેના પર મોહર લગાવશે ત્યારબાદ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે.
આ બેઠકમાં સાંસદ સ્થાનિક વિકાસ નિધી MPLAD ને પણ 5 કરોડથી વધારી 25 કરોડ પ્રતિ વર્ષ કરવાનો મુદો પણ ઉઠ્યો હતો.આ મહીનાની 10 તારિખે ભાજપના લગભગ 250 સાંસદોએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને એક આવેદન આપી સાંસદ નિધી ફંડને પાંચ ગણું વધારવાની માંગ કરી હતી.સુત્રોના જણાવ્યા અનુસાર હાલ પણ પ્રધાનમંત્રીએ સાંસદોના પગાર અને સાંસદ નિધીમાં મોટા પ્રમાણમાં વધારો કરવાને સર્મથન નથી આપ્યું.