અલાહાબાદ: યુપીમાં ભાજપ તરફથી કોણ મુખ્યમંત્રી પદનું ઉમેદવાર હશે તે અંગે હજી કોઈ ઘોષણા કરવામાં આવી નથી. પણ યુપી ભાજપમાં વરૂણ ગાંધીનો વિરોધ શરૂ થઈ ગયો છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સામે ફરિયાદ કરવામાં આવી છે કે વરૂણ ગાંધી તેમનો વિરોધ થતાં ઈંડા અને ટમેટા ફેંકાવે છે.


11 અને 12 જૂને પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક પહેલા વરૂણે પોસ્ટરો લગાવી યુપીમાં પોતાને સીએમ પદનો ઉમેદવાર માટે દાવેદારી નોંધાવી હતી. પણ યુપીમાંથી ભાજપના સાંસદ વરૂણના વિરોધમાં છે. મિશન યુપીને લઈને અમિત શાહે યુપીના ભાજપ સાંસદો સાથે એક મહત્વની બેઠક કરી હતી. જેમાં વરૂણ ગાંધી સામે ફરિયાદ કરવામાં આવી હતી.

અહેવાલ મુજબ અલાબાદથી સાંસદ શ્યામા ચરણ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે વરૂણ ગાંધી હંમેશા અલાહાબાદ આવીને પોતાને સીએમ પદના ઉમેદવાર ગણાવે છે. પણ પાર્ટીના મંચ પરથી વરૂણનો વિરોધ કરતા શ્યામા ચરણ ગુપ્તાના ઘરે ઈંડા અને ટમેટા ફેંકાવડાવ્યા હતા. પાર્ટીના કેટલાક બીજા સાંસદોએ પણ વરૂણ સામેના આ આરોપોનું સમર્થન કર્યુ હતું.