નવી દિલ્હીઃ મંત્રી અને ભાજપ સાંસદ અનુત કુમાર હેગડે ફરી એક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે, આ વખતે તેણે મહાત્મા ગાંધી પર નિશાન સાધતા તેના સ્વતંત્રતા આંદોલનને નાટક ગણાવ્યું છે. તેમણે એ સવાલ પણ કર્યો કે ભારતમાં ‘આવા લોકો’ને ‘મહાત્મા’ કેવી રીતે કહેવામાં આવે છે. બેંગલુરુમાં શનિવારે એક રેલીને સંબોધિત કરતાં સમગ્ર સ્વતંત્રતા આંદોલનને અંગ્રોજીની સહમતિ અને સમર્થનની સાથે સ્ટેજ કરવામાં આવ્યું. સાથે જ તેમણે કહ્યું, ‘તેમાંથી કોઈપણ તથાકથિત નેતાનો પીલસે માર ન માર્યો. તેમનું સ્વતંત્રતા આંદોલન એક મોટું નાટક હતું. આંદોલન અંગ્રેજોની મંજૂરી સાથે કરવામાં આવ્યું. એ વાસ્તવિક લડાઈ ન હતી.’ તેમણે મહાત્મા ગાંધીની ભુખ હડતાળ અને સત્યાગ્રહને પણ નાટક ગણાવ્યા છે.




તેમણે કહ્યું, કોંગ્રેસનું સમર્થન કરમારા લોકોનું કહેવું છે કે, ભારતને ભુખ હડતાળ અને સત્યાગ્રહને કારણે આઝાદી મળી છે. આ ખોટું છે. અંગ્રેજો સત્યગ્રહને કારણે દેશ છેડીને નથી ગયા. અંગ્રેજોએ પરેશાન થઈને આઝાદી આપી હતી. ઈતિહાસ વાંચવા પર મારું લોહી ઉકળી ઉઠે છે. આવા લોકો આપણા દેશમાં મહાત્મા બની જાય છે.’

નોંધનીય છે કે, અનંત કુમાર હેગડે હંમેશા પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. થોડા મહિના પહેલા તેમમે એક નિવેદન આપીને પોતાની જ પાર્ટી ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી દધી હતી. તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં દેવન્દ્ર ફડણવીસે રાતે જે રીતે એનસીપી નેતા અજિત પવાર સાથે મળીને સવારે રાજ્યમાં સરકાર બનાવી હતી તેની પાછળ 40 હજાર કરોડ રૂપિયા હતા. તેમણે કહ્યું હતું કે ફડણવીસે રાજ્યના ખજાનામાંથી ચાલીસ હજાર કરોડ રૂપિયા લઈને કેન્દ્રને આપ્યા હતા. ભાજપ સાંસદે કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસ 80 કલાક સીમ રહ્યા હતા અને એટલા જ કલાકમાં તેમણે આ કામ કર્યું હતું.