કોરોના વાયરસને કારણે ભાજપના ખંડવાથી સાંસદ નંદ કુમાર સિંહ ચૌહાણનું નિધન થયું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, નંદ કુમાર સિંહની દિલ્હી-એનસીઆર સ્થિત મેદાંતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી. પરંતુ, તેમનું વિતેલી રાત્રે નિધન થયું છે.

નંદ કુમાર સિંહ કોરોના પોઝિટિવ થયા બાદ 11 જાન્યુઆરીએ ભોપાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, સ્થિતિ ખરાબ થયા બાદ તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા. તેઓ આ વર્ષે 2019માં છઠ્ઠી વખત મધ્ય પ્રદેશના ખંડવા લોકસભાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.


નંદ કુમાર સિંહ ખંડવા બુરહાનપુર લોકસભાનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ નિમાડના બુરહાનપુર જિલ્લાના શાહપુરના રહેવાસી હતા. તેમનો જન્મ 8 સપ્ટેમ્બર, 1952ના રોજ ખંડવા જિલ્લાના શાહપુરમાં થયો હતો. વર્ષ 1996માં નંદ કુમાર સિંહ ચૌહાણે રાજનીતિક કારકિર્દીની શરૂઆત કરતાં શાહપુર નગર પરિષદના અધ્યક્ષ તરીકે શરૂ કરી હતી.