નવી દિલ્હીઃ મથુરા સંસદીય વિસ્તારમાંથી ચૂંટાયેલા ભાજપ સાંસદ હેમા માલિનીએ મંગળવારે સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ વ્રજનું પ્રસિદ્ધ અભિવાદન ‘રાધે-રાધે’ કરવાનું ભૂલી નહોતી.  હેમા માલિની જ્યારે શપથ ગ્રહણ કરવા જતા હતા ત્યારે ભાજપના અનેક સભ્યોએ રાધે-રાધે કહીને તેમનું અભિવાદન કર્યું હતું. બદામી રંગની સાડી પહેરેલી હેમા માલિનીએ હિન્દીમાં શપથ લીધા હતા. શપથ લીધા બાદ હેમા માલિનીએ વ્રજનું પ્રસિદ્ધ અભિવાદન રાધે-રાધે કરવાની સાથે કૃષ્ણં વંદે જગદગુરુ કહીને તેના આરાધ્ય ભગવાન કૃષ્ણનું પણ સ્મરણ કર્યું હતું. હેમા માલિની સતત બીજી વખત મથુરાથી સાંસદ તરીકે ચૂંટાયા છે.


 કુલદીપના બોલ પર ફિદા થયું ICC, આ બોલને ગણાવ્યો વર્લ્ડકપનો શ્રેષ્ઠ બોલ, જુઓ વીડિયો

ગ્રેમ સ્વાનની ભવિષ્યવાણી, આ બે ટીમ વચ્ચે રમાશે વર્લ્ડકપ 2019ની ફાઈનલ મેચ