નવી દિલ્હી: જીડીપીના મુદ્દે લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે જીડીપી 1934માં આવી અને આ પહેલા જીડીપી ન હતી. માત્ર GDPને બાઇબલ, રામાયણ કે મહાભારતની જેમ સત્ય ન માની શકાય અને ભવિષ્યમાં જીડીપીનો બહુ ઓછો ઉપયોગ થશે. સરકાર છેવાડાના માણસ સુધી પહોંચી છે તે અગત્યનું છે.


ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે આજે નવી થિયરી છે સામાન્ય માણસનું ટકાઉ આર્થિક કલ્યાણ થઇ રહ્યું છે કે નથી થઇ રહ્યું. જીડીપીથી વધુ મહત્વપૂર્ણ છે કે સતત વિકાસ. લોકોમાં ખુશી મળી રહી છે કે નથી મળી રહી.

સંસદના શિયાળુ સત્રનો આજે 11મો દિવસ હતો. સંસદમાં હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ બાદ તેની નિર્મમ હત્યાની ગૂંજ સાથોસાથ કેટલાક મુદ્દા ઉઠ્યા હતા. સંસદમાં ઘટતા જીડીપીનો મુદ્દો પણ ઉઠ્યો હતો.