નવી દિલ્હીઃ બૉલીવુડના સ્ટાર એક્ટર આમિર ખાને પોતાની પત્ની કિરણ રાવ સાથેના લગ્નનો 15 વર્ષ બાદ અંત આણ્યો છે. 15 વર્ષના લગ્ન જીવન બાદ બન્નેએ સહમતીથી છુટા પડવાનો ફેંસલો કર્યો છે. હવે મામલે બીજેપી મોટા નેતા ગણાતા સુધીર ગુપ્તાએ આમિર ખાન પર કૉમેન્ટ કરી છે. મધ્યપ્રદેશના મંદસૌર પરથી બીજેપી સાંસદ સુધીર ગુપ્તાએ આમિર ખાનને દેશમાં જનસંખ્યા અસંતુલન માટે દોષી બતાવ્યો છે. તેમને પોતાના નિવેદનથી વિવાદ ઉભો કરી દીધો છે. વિશ્વ જનસંખ્ય દિવસના પ્રસંગે સુધીર ગુપ્તાએ કહ્યું કે, દાદા બનવાની ઉંમરમાં આમિર ખાન ત્રીજી પત્નીની શોધ કરી રહ્યો છે. સુધીર ગુપ્તા બીજેપીના મોટા નેતા છે. 


સાંસદ સુધીર ગુપ્તાએ કહ્યું- આમિર ખાન પોતાની પહેલી પત્ની રીના દત્તાને બે બાળકોની સાથે છોડી ગયો, કિરણ રાવ એક બાળકની સાથે અને હવે દાદા બનવાની ઉંમરે ત્રીજી પત્ની શોધી રહ્યો છે. 


ભાજપના નેતાએ કહ્યું- ખાન જેવા લોકોની પાસે ઇંડા વેચવા સિવાય નોકરી માટે કોઇ દિમાગ નથી. એટલે કે ખાન જેવા લોકોની પાસે નોકરી માટે દિમાગ નથી હોતુ, તે ફક્ત ઇંડા જ વેચી શકે છે. 


લગ્નના 15 વર્ષ બાદ તલાક- 
ગયા અઠવાડિયે આમિર ખાન અને તેની પત્ની કિરણ રવે એક જૉઇન્ટ સ્ટેટમેન્ટ આપીને પોતે તલાક લેવાની જાહેરાત કરી હતી. બન્ને લગ્નના 15 વર્ષ બાદ અલગ થઇ ગયા છે, અને બન્નેનુ કહેવુ છે કે તે ફેંસલો કર્યો છે તે પોતાના દીકરા આઝાદના પેરેન્ટ્સ રહેશે. આમિર અને કિરણે 2005માં લગ્ન કર્યા હતા. 


તલાક ના લેવા માટે મિત્રોએ મનાવ્યા-
આમિર અને કિરણના તલાક લેવાના નિવેદન બાદ તેના એક નજીકના મિત્ર અમીન હાઝીએ બન્નેને સાથે રહેવા માટે મનાવ્યાના કોશિશ કરી. અમીન આમિર ખાનની ખુબ નજીકનો મિત્ર પણ છે. અમીને બતાવ્યુ કે તે આમિર અને કિરણના ફેંસલાને ના બદલી શક્યો. 


આમિરના ફેન્સ થયા હેરાન-
આમિર ખાન અને કિરણ રાવે ફેન્સ અને ફોલોઅર્સને આશ્વાસન આપ્યુ કે તે પ્રૉજેક્ટ અને પાણી ફાઉન્ડેશન પર એકસાથે કામ ચાલુ રાખશે. તેમના ફેન્સને આમિર -કિરણના તલાક વિશે જાણવા પર દુઃખ થયુ અને હેરાન પણ થયા, સોશ્યલ મીડિયા પર ફેન્સ નિરાશ દેખાયા.