Covid-19: દેશ અને દુનિયાને કોરોના અને ત્યારબાદ લગાવવામાં આવેલા લૉકડાઉને હચમચાવી દીધુ છે. મોટા ભાગના સેક્ટરોમાં બેરોજગારી અને કૉસ્ટ કટિંગના કારણે લોકોની સ્થિતિ બેહાલ થઇ ગઇ છે. માન્ચેસ્ટર એમ્પ્લૉયમેન્ટ રિપોર્ટ અનુસાર કોરોના અને લૉકડાઉન છતાં છેલ્લા છ મહિનાઓમાં તમામ સેક્ટરોમાં નોકરી પૉસ્ટિંગમાં 6%નો વધારો જોવા મળ્યો છે. મે 2021 થી જૂન 2021 સુધી જૉબ પૉસ્ટિંગમાં મન્થલી ગ્રૉથ 4 ટકા છે. જ્યારે જૂન 2020માં જૂન 2021 સુધી ઇયરલી ગ્રૉથ 7 ટકા છે. રિપોર્ટ અનુસાર દેશભરમાં લૉકડાઉનમાં ઢીલની સાથે સાથે જૂન 2021માં મે 2021ની તુલનામાં રિક્રૂટમેન્ટમાં સુધારો જોવા મળ્યો છે. ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીનો વાર્ષિક ગ્રૉથ 39 ટકા છે, જ્યારે એન્ટ્રી લેવલ પર નોકરી ઇચ્છનારા લોકોની ભરતીમાં 6 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.  


બેગ્લુંરુમાં રિક્રૂટમેન્ટમાં સૌથી વધુ વૃદ્ધિ થઇ- 
બેંગ્લુંરુએ રિક્રૂટમેન્ટ એક્ટિવિટીમાં 50 ટકાના દરથી સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે, જે બાદ પુણેમાં 28 ટકાની વૃદ્ધિ થઇ છે. વળી હૈદરાબાદ અને ચેન્નાઇ બન્નેએ ઇન્ડિવિડ્યૂઅલ રીતે 22 ટકાની વૃદ્ધિ દર નોંધાવ્યો છે. 


પ્રૉડક્શન એન્ડ મેન્યૂફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં 14% માસિક વધારો નોંધાયો- 
રિપોર્ટ દ્વારા સર્વે કરવામાં આવેલા 27 ઉદ્યોગોમાં, ઇમ્પોર્ટ/એક્સપોર્ટ સેક્ટરમાં નોકરી પૉસ્ટિંગમાં 25 ટકાનો વધારો જોવા મળ્યો. જ્યારે પ્રૉડક્શન તથા મેન્યૂફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા મહિનાઓથી 14 ટકા માસિક વૃદ્ધિ જોવા મળી છે. આની સાથે જ બીજી અન્ય ઇન્ડસ્ટ્રી પણ છે જેમાં મે 2021 થી નોકરી પૉસ્ટિંગમાં વધારો થયો છે. આમાં બેન્કિંગ/નાણાંકીય સેવાઓ, વીમા દુરસંચાર/ આઇએસપી, રિયલ એસ્ટેટ, મીડિયા અને એન્ટરટેન્ટમેન્ટ સામેલ છે. 


કોરોના કારણે ટ્રાવેલ અને ટુરિઝ્મ ઇન્ડસ્ટ્રીને થયુ નુકશાન- 
જૂન 2020 થી જૂન 2021 સુધી કૉવિડ મહામારીના કારણે નેગેટિવ ઇયરલી ગ્રૉથ નોંધાવનારી ઇન્ડસ્ટ્રી ટ્રાવેલ એન્ડ ટૂરિઝ્મ છે. આ ઇન્ડસ્ટ્રીના ગ્રાફમાં 42 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે કોરોના મહામારીની સૌથી વધુ અસર ટ્રાવેલ અને ટૂરિઝ્મ ઇન્ડસ્ટ્રી પર પડ્યો છે. 


નોકરી પૉસ્ટિંગના ઇયરલી ગ્રૉથ રેન્કિંગમાં બેંગ્લૉર ટૉપ પર છે- 
જૂન 2020 - જૂન 2021 બાદ નોકરી પૉસ્ટિંગના ઇયરલી ગ્રૉથ રેન્કિંગમાં બેંગ્લૉર (50 ટકા) ટૉપ પર અને દિલ્હી લૉકૉસ્ટ લેવલ (4 ટકા) પર રહ્યો છે. વળી 7 ટકાની વૃદ્ધિ સાથે ચંદીગઢને છોડીને ટિયર -2 શહેરોમાં નેગેટિવ ગ્રૉથ જોવા મળ્યો છે. 


રિપોર્ટમાં એ પણ સામે આવ્યુ છે કે જૂનમાં ફાયનાન્સ એન્ડ એકાઉન્ટન્ટ્સ (11 ટકા), હેલ્થ કેર (10 ટકા) અને એચઆર એન્ડ એડમિન (8 ટકા) જેવી રૉલ્સમાં નોકરી પૉસ્ટિંગમાં પૉઝિટીવ મન્થલી વૃદ્ધિ જોવા મળી છે.