Jammu Kashmir Election 2024: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ 15 ઉમેદવારોમાંથી 8 ઉમેદવારો મુસ્લિમ સમુદાયમાંથી આવે છે.


BJP એ પામ્પોર વિધાનસભા બેઠક પર એન્જિનિયર સૈયદ શૌકત ગયૂર અંદ્રાબીને ટિકિટ આપી છે. જ્યારે રાજપોરાથી અર્શીદ ભટ્ટ, શોપિયાંથી જાવેદ અહમદ કાદરી, અનંતનાગ પશ્ચિમથી મોહમ્મદ રફીક વાની અને અનંતનાગથી એડવોકેટ સૈયદ વજાહતને ટિકિટ આપવામાં આવી છે.


આ ઉપરાંત, શ્રીગુફવાડા બિજબેહરાથી સોફી યુસુફ, ઇન્દરવલથી તારિક કીન અને બનિહાલથી સલીમ ભટ્ટને ટિકિટ મળી છે. માહિતી માટે જણાવી દઈએ કે પ્રથમ તબક્કાના ઉમેદવારોને નામાંકન પત્ર દાખલ કરવા માટે 27 ઓગસ્ટ મંગળવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે.


જમ્મુ કાશ્મીરની ચૂંટણી ત્રણ તબક્કામાં થશે


નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 16 ઓગસ્ટે ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. શેડ્યૂલ અનુસાર, 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી 25 સપ્ટેમ્બરે યોજાશે. ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે.



AAP ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર


જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પણ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ગયા રવિવારે સાત બેઠકો પર આપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. પુલવામાથી ફયાઝ અહમદ સોફી, રાજપોરાથી મુદ્દસિર હસન, દેવસરથી શેખ ફિદા હુસૈન, દોરૂથી મોહસિન શફકત મીર, ડોડાથી મેહરાજ દીન મલિક, ડોડા વેસ્ટથી યાસિર શફી મટ્ટો અને બનિહાલથી મુદસ્સિર અજમત મીરને ટિકિટ આપવામાં આવી છે.


BJP ની યાદીમાં એક મહિલા ઉમેદવાર


2 નવેમ્બર 2018 ના રોજ જમ્મુના કિશ્તવાડમાં આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવેલા અજીત પરિહાર અને તેમના ભાઈ દિલીપ પરિહારના ઘરમાંથી શગુન પરિહારને ટિકિટ આપવામાં આવી છે. શગુન પરિહાર કિશ્તવાડથી ચૂંટણી લડશે.


તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે નવી દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ચૂંટણીની રણનીતિ, મુદ્દાઓ, ઉમેદવારોના નામ અને રાજ્યમાં પીએમ મોદીની સંભવિત રેલીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે ભાજપ સોમવારે સવાર સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે.


આ પણ વાંચોઃ


ઝારખંડ ચૂંટણી પર ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, 'BJP સાથે બેઠકો પર સહમતિ નહીં થાય તો.... '