નવી દિલ્લી: તિબ્બતના આધ્યાત્મિક લીડર દલાઈ લામા વર્ષ 2017ની શરૂઆતમાં અરૂણાચલ પ્રદેશનો પ્રવાસ કરશે. તેના પહેલા અમેરિકી રાજદૂતે અરૂણાચલ પ્રદેશના પ્રવાસને લઈને ચીન પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યું છે. તેમ છતાં મોદી સરકારે તિબ્બતી નેતાને અરૂણાચલ પ્રદેશ આવવાની અનુમતિ આપી છે.

દલાઈ લામાનો ભારત પ્રવાસ ચીનને બેચેન કરી શકે છે. દલાઈ લામાને 9 ઓક્ટોબરે પોતાના સમર્થકોને મળવા અરૂણાચલ પ્રદેશ આવવાનું હતું. પરંતુ તેમના કાર્યક્રમને હવે 2017ની શરૂઆતમાં રાખવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે દલાઈ લામા 15 દિવસો માટે અરૂણાચલ પ્રદેશ આવી રહ્યા છે. આ વખતે લામા તવાંગ, ઈટાનગર અને પૂર્વી વિસ્તારોનો પ્રવાસ કરશે. તેના પહેલા અમેરિકી રિચર વર્મા 21 ઓક્ટોબરે અરૂણાચલ પ્રદેશ આવ્યા હતા. રિચર વર્માના પ્રવાસને ચીને એવું કહીને વિરોધ કર્યો હતો કે બન્ને દેશોની વચ્ચે આ રાજ્ય વિવાદિત છે. પરંતુ વિદેશ મંત્રાલયે આ વિરોધને નકારતા કહ્યું હતું કે ઉત્તર પૂર્વી વિસ્તાર ભારતનો મહત્વપૂર્ણ ભાગ છે.