પ્રયાગરાજઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે પ્રયાગરાજ પહોંચીને કુંભમાં સંગમ સ્થાન પર ડૂબકી લગાવી હતી.  આ ઉપરાંત ગંગા આરતી પણ કરી હતી.




અમિત શાહ જ્યારે સ્નાન કરવા સંગમ પહોંચ્યા ત્યારે સાધુ-સંતો અને સમર્થકોએ હર-હર મહાદેવનો ઘોષ કર્યો હતો. સંગમ સ્નાન દરમિયાન શાહે ભગવા વસ્ત્રો પહેર્યા હતા.



તેમની સાથે યુપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, અખિલ ભારતીય અખાડા પરિષદના મહંત નરેન્દ્ર ગિરી, મહંત હરિગિરી, અવધેશાનંદ ગિરી સહિત મોટી સંખ્યામાં સાધુ-સંતો ઉપસ્થિત હતા.



સ્નાન બાદ અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે, સંગમ નગરી પ્રયાગરાજમાં આયોજિત સનાતન સંસ્કૃતિની પ્રાચીનતા, ભવ્યતા અને એકતાના પ્રતીક કુંભ મેળામાં વિવિધ સંત મહાત્માઓ સાથે કુંભ સ્થાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.