ઉત્તરપ્રદેશમાં બીજેપી ચાર નવેમ્બરથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે, શાહ ફૂંકશે ચૂંટણીનું રણશિંગું
abpasmita.in | 13 Oct 2016 04:32 PM (IST)
નવી દિલ્લી: ઉત્તરપ્રદેશમાં બીજેપી 265+ સીટોના મિશનની સાથે પાંચ નવેમ્બરથી મેદાનમાં ઉતરશે. પાર્ટીની ચાર પરિવર્તન યાત્રાઓની શરૂઆત આગલા મહિને થશે. પહેલી પરિવર્તન યાત્રા સહારનપુરથી પાંચ નવેમ્બરથી શરૂ થશે, જેને શરૂઆત અમિત શાહ કરશે. બીજી પાત્રા લલિતપુરથી 6 નવેમ્બરે થશે, જેને કેંદ્રીય મંત્રી ઉમા ભારતી લીલી ઝંડી આપશે. ત્રીજી યાત્રા બલિયાથી 8 નવેમ્બરે શરૂ થશે. અને તેને કેંદ્રીય મંત્રી કલરાજ મિશ્ર તેની શરૂઆત કરશે. ચોથી યાત્રા સોનભદ્રથી 9 નવેમ્બરે નિકળશે અને ગૃહમંત્રી રાજનાથ સિંહ તેને લીલી ઝંડી દેખાડશે. આ યાત્રાઓની વચ્ચે પાર્ટીના મોટા નેતા સંબોધિત કરશે. આ યાત્રાઓ રાજ્યની તમામ વિધાનસભા સીટોમાં ફરશે. ચારેય યાત્રાઓનું સમાપન 25 ડિસેમ્બરે અટલ બિહારી બાજપેયીના જન્મદિવસે લખનઉમાં થશે. એવું કહેવાય છે કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ત્યારે એક મોટી રેલીને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી આ મહિનાની 24 તારીખે મહોબામાં કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કરશે અને ત્યાંથી એક જનસભાને પણ સંબોધિત કરશે. બીજેપીની યોજના છે કે પ્રધાનમંત્રી દર મહીને યૂપીનો વધારેમાં વધારે પ્રવાસ કરે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી દશેરાના દિવસે લખનઉ ગયા હતા.