ભાજપ દેશભરમાં બે-બે હજાર લોકોની 405 સભાઓ કરશે. જેમાં 370 સભાઓ અલગ અલગ રાજ્યોમાં થશે. જ્યારે 35 સભાઓ કેન્દ્ર શાસિત રાજ્યોમાં કરશે. આ તમામ સભાઓમાં આ ફિલ્મ દર્શાવાશે. ભાજપ આ શોર્ટ ફિલ્મ દર્શાવીને લોકો વચ્ચે કલમ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણયને જમીન સુધી પહોંચાડવા માંગં છે.
આ શોર્ટ ફિલ્મમાં આતંકવાદથી લઈ જમ્મુ કાશ્મીરની તમામ સમસ્યાઓની પાછળ આર્ટિકલ 370ને જવાબદાર ગણાવ્યો છે. શોર્ટ ફિલ્મ દ્વારા કલમ 370ના દુષ્પ્રભાવ અને હવે આ કલમ હટ્યા બાદ જમ્મુ કાશ્મીર અને લદાખને થનારા ફાયદા અંગે લોકોને જણાવવામાં આવશે.